વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બિનવારસી બેગમાં ગાંજાનો જથ્થો રેલવે SOG પોલીસની ટીમે ઝડપી પાડીને NDPS એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
- કોચ નંબર એસ.6 અને એસ.7ની વચ્ચેના ભાગે કાળા રંગની બેગ મળી આવી હતી.
- તેમાં 10 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો.
- મળેલા ગાંજાનો જથ્થો તેની કુલ કિંમત 1.02 લાખ
વડોદરા રાજકીય રેલવે પોલીસના સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશને આવતી જતી ટ્રેન અને ટ્રેનમાં મુસાફરોના સામાનની ચકાસણી નિયમિત પણે કરવામાં આવે છે. જેમાં રેલવેનો ઉપયોગ કરીને પ્રતિબંધિત સામગ્રીની હેરફેર ઝડપી પાડવામાં આવે છે. ગત રોજ વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે SOG પોલીસની ટિમ ચેકીંગમાં હતી તે દરમિયાન શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકીંગ હાથ ધર્યુ હતું.
આ ચેકીંગ દરમિયાન ટ્રેનના કોચ નંબર એસ.6 અને એસ.7ની વચ્ચેના ભાગે કાળા રંગની બેગ મળી આવી હતી. બેગ ખોલીને ચેક કરતા તેમાં 10 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો.
SOG પોલીસે બિનવારસી મળેલા ગાંજાનો જથ્થો તેની કુલ કિંમત 1.02 લાખ કબજે કરીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS એકટ હેઠળ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.