Vadodara

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Published

on

  • જુગારધામ ઝડપાયું: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં મકાન ભાડે રાખી જુગાર રમાડતા 11 શખસો પકડાયા.
  • મોટો મુદ્દામાલ જપ્ત: રોકડ, 4 વાહનો અને 10 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,68,900/- ની મત્તા કબજે કરાઈ.
  • મુખ્ય આરોપી ઝડપાયો: મકાન માલિક તથા જુગાર રમાડનાર તુષાર ઉર્ફે સન્ની રાણા સહિતના ઇસમો રંગેહાથ ઝડપાયા.
  • પોલીસની કડક કાર્યવાહી: PCB ની ટીમે હરણી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા: વડોદરા શહેરમાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના આદેશો અન્વયે પી.સી.બી. (PCB) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. PCB ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે હરણી રોડ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

🧐બાતમી આધારિત દરોડો અને જુગારધામનો પર્દાફાશ:

પી.સી.બી. સ્ટાફના અ.હે.કોન્સ. ભીમદેવસિંઘ કીરતસિંઘ અને અ.હે.કોન્સ. મહીપતસિંઘ ભનાભાઇને બાતમી મળી હતી કે, હરણી રોડ એલ.આઈ.જી. મોટનાથ રેસિડેન્સીના મકાન નંબર બી-604 માં રહેતો તુષારભાઇ રાણા બહારથી માણસો બોલાવી પોતાના મકાનમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાડે છે અને તેના માટેની તમામ સવલતો પૂરી પાડે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા-પાનાનો જુગાર રમતા કુલ 11 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા.

🚨પકડાયેલા આરોપીઓની વિગતો:

આ રેડ દરમિયાન પોલીસે (1) તુષાર ઉર્ફે સન્ની મહેશભાઇ રાણા (રહે. હરણી રોડ), (2) પચરાગ ઉર્ફે પાઉ કમલેશભાઇ રાણા, (3) મયં ક યોગેશભાઇ રાણા, (4) પ્રવિણ જયાંતીભાઇ રાણા, (5) મીત રાજેશભાઇ રાજપુત, (6) વિરેન રમેશભાઇ રાણા, (7) નિખિલ મનહરભાઇ રાણા, (8) પરેશ રાજેશભાઇ રાણા, (9) માનવ ચંદ્રકાન્તભાઇ રાણા, (10) આકાશ ગોપાલભાઇ માળી અને (11) મહેશ નથ્થુભાઇ પરમારને ઝડપી પાડ્યા છે.

👮કબજે કરાયેલ મુદ્દામાલ:

પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂ. 85,500 ની કિંમતના 10 મોબાઈલ ફોન, રૂ. 2,00,000 ની કિંમતના 4 વાહનો, અંગઝડતી અને જમીન દાવ પરના રોકડા રૂ. 83,400 તેમજ પત્તા-પાના અને લાઇટ બિલ સહિત કુલ રૂપિયા 3,68,900/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં જુગારધારા અન્વયે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version