વડોદરા: શહેરમાં હિટ એન્ડ રન અને ફેટલ અકસ્માતના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે સમા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી રાહદારીઓના જીવ જોખમમાં મૂકનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
📍ઘટનાની વિગત:
તાારીખ ૨૧/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૦૦ વાગ્યાની આસપાસ, એક બ્લુ કલરની હ્યુન્ડાઈ i20 કાર (નંબર: GJ-01-RK-1972) ના ચાલકે જી.આઈ.પી.સી.એલ (GIPCL) સર્કલથી જલારામ મંદિર અને ચાણક્યપુરી સર્કલ વચ્ચે અત્યંત ગફલતભરી રીતે ગાડી હંકારી હતી. સમા અયપ્પા ગ્રાઉન્ડ સામે આ કારે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સમા પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી તેને ઝડપી પાડ્યો હતો.
🚨પોલીસ કાર્યવાહી:
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલક નશાની હાલતમાં હતો. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે: