ફતેગંજ વિસ્તારના નિઝામપુરા ખાતે સાત મોબાઇલ ફોન ચોરી થયેલ હતી. જેની ફરીયાદ ફતેગંજ પો.સ્ટે. ખાતે નોધાયેલ હતી.
- ખેડાની આરોપી મહિલા પાસે રૂ.૧.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે
- આરોપી મહીલા પાસેથી અલગ-અલગ કંપનીના 7 મોબાઇલ ફોન
વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત નિઝામપુરા વિસ્તારમાં મોબાઇલ ચોરી કરી તરખાટ મચાવનાર મહીલા આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-1ના પો.સબ.ઇન્સ. ડી.એચ.રાણા તથા સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, આજથી 5એક દિવસ પહેલા ફતેગંજ વિસ્તારના નિઝામપુરા ખાતે સાત મોબાઇલ ફોન ચોરી થયેલ હતી. જેની ફરીયાદ ફતેગંજ પો.સ્ટે. ખાતે નોધાયેલ હતી.
જે ગુનાના આરોપી મહીલા લક્ષ્મીબેન મેરામણભાઈ નટમારવાડી (ઉ.વ.23, રહે. શાસ્ત્રીનગર જવાહરનગરની પાછળ, નડિયાદ, જી.ખેડા)ને પકડી ઉપરોકત ગુના સબંધે પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આરોપી મહીલા પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ 7 કુલ કિ.રૂ.1,89,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે ફતેગંજ મથકે નોંધાયેલ ગુનાનું ડિટેક્શન થયેલ છે.