Vadodara

વડોદરા: કાર વેચાણમાં છેતરપિંડી 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધા.

Published

on

જીજ્ઞોશકુમાર રણછોડભાઇ બારિયા બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘર માટે અમે સેકન્ડ હેન્ડ કારની શોધમાં હતા…

  • OLX પર ગાડી મને પસંદ પડતા 3.20 લાખમાં સોદો નક્કી કર્યો
  • લેવડ – દેવડની  વાતચીત કાર – T- 24 ડિલર ધવલભાઇ સાથે કરવાનું કહેતા.10 હજાર જેટલું ડિસ્કાઉન્ટ આપતાં.
  • ધવલભાઇએ તેની સામે કિંજલભાઇને બીજી ગાડી આપી નહતી અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો.

વડોદરા આજવારોડ પર કાર વેચાણના રૂપિયા બારોબાર કાર ડિલરે મેળવી લઇને છેતરપિંડી કરી  હોવાની  ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના આજવા રોડ અમરદીપ ટાઉનશિપમાં રહેતા જીજ્ઞોશકુમાર રણછોડભાઇ બારિયા કન્સટ્રક્શનનું કામ કરે છે. તેના પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થયા છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘર માટે અમે સેકન્ડ હેન્ડ કારની શોધમાં હતા. OLX પર એક કારનો ફોટો અને ડિટેલ મૂક્યા હતા. 

જ્યારે ગાડીના માલિક કિજલભાઇ કનૈયાલાલ કોઠારી (રહે. આરાધ્યા ડિવાઇન, ભવન પાર્ટી પ્લોટની સામે, વાઘોડિયા રોડ) સાથે વાતચીત થઇ હતી.  ગાડી મને  પસંદ પડતા 3.20 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ કિંજલભાઇએ મને કહ્યું હતું કે, મારી ગાડીની લેવડ – દેવડની વાતચીત કાર T-24 ડિલર ધવલભાઇ સાથે  કરવાનું કહી ધવલભાઇનો નંબર આપ્યો હતો. ધવલભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,મારે કિંજલભાઇને સામે એક ગાડી આપવાની છે. જેથી, હું તમને 10 હજાર જેટલું ડિસ્કાઉન્ટ આપીશ. તેમના કહેવાથી મેં કિંજલભાઇના એકાઉન્ટમાં 3 હજાર ટોકન પેટે કિંજલભાઇને ટ્રાન્સફર કર્યા હતા.

જ્યારે પછી ધવલભાઇએ બાકીનું પેમેન્ટ આંગડિયા પેઢીમાં મોકલવાનું કહેતા અમે 3.07 લાખ જમા કરાવ્યા હતા. આ રૂપિયા અમદાવાદ ખાતેથી ધવલભાઇએ મેળવી લીધા  હતા. ધવલભાઇએ તેની સામે કિંજલભાઇને બીજી ગાડી આપી નહતી અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી, કિંજલભાઇએ મને તેમની કાર આપી નહતી.

Trending

Exit mobile version