Vadodara

વડોદરા: લાલબાગ બ્રિજ પર બુલેટનો અકસ્માત, ચાલક ઉપરથી નીચે પટકાતા મોત

Published

on

શહેરમાં અગાઉ ફતેગંજ બ્રિજ પર આવી અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બ્રિજ પર બાઇકનો અકસ્માત થતા ચાલક નીચે પટકાયો હતો

  • શહેરના લાલ બાગ બ્રિજ પર અકસ્માતની ઘટનાને પગલે ચરચાર
  • એમાં બુલેટ ચાલક યુવક મિત્રને મળવા માટે ગયો હતો
  • રેલીંગ સાથે બુલેટ ભટકાયા બાદ ચાલક ઉછળીને નીચે પડ્યો

વડોદરાના લાલ બાગ બ્રિજ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત રાત્રીના સાડા દસ વાગ્યે એક બુલેટ બાઇક ચાલક યુવક પસાર થઇ રહ્યો હતો. યુવક વળાંક નહીં લઇ શકવાના કારણે બુલેટ રેલીંગ સાથે ભટકાઇ હતી. ત્યાર બાદ યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં મોટો અવાજ થતા સ્થાનિકો દોડ્યા હતા. અને ગંભીર હાલતમાં યુવકને SSG હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેર માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પ્રમોદકુમાર સેન પોતાના માતા-પિતા, પત્ની અને બે સંતાનો સાથે સત્યનારાયણ હાઉસીંગમાં રહે છે. પિતાની જાંબુઆ ખાતે હેર સલુનની દુકાન છે, અને પ્રમોદ સેન પાલેજમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જુલાઇ – 2024 માં તેણે બુલેટની ખરીદી કરી હતી.

Advertisement

ગત રાત્રે રોહીણી પ્રસાદ સેનને મળવા માટે તે બુલેટ બાઇક લઇને આવ્યો હતો. ત્યાર બાદ તે તેના મિત્રનો મળવા ગયો હતો. દરમિયાન તેમને ફોન આવ્યો કે, પ્રમોદ રાત્રે સવા દસ વાગ્યે લાલ બાગ બ્રિજ પરથી પસાર થતો હતો. તેનું બુલેટ બાઇક વળાંક ના લઇ શકવાના કારણે બ્રિજની રેલીંગ સાથે ભટકાયું હતું. જે બાદ પ્રમોદ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. બાદમાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જ્યારે  અગાઉ ફતેગંજ બ્રિજ પર આ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બ્રિજ પર બાઇકનો અકસ્માત થતા ચાલક નીચે પટકાયો હતો. અને તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પાલિકા દ્વારા બ્રિજના જોખમી વળાંક પાસે સેફ્ટી નેટ લગાવી દેવામાં આવી હતી. હવે લાલ બાગ બ્રિજ પર આ પ્રકારની ઘટના સામે આવી છે. જે બાદ પાલિકાની ટીમ કેટલા સમયમાં કામગીરી કરે છે, તે જોવું રહ્યું.

Advertisement

Trending

Exit mobile version