- વડોદરામાં પાણી માટે પોકાર: વોર્ડ 14ના 15થી વધુ વિસ્તારોમાં હેન્ડ પંપ બંધ, મહિલા કાઉન્સિલર મેદાને.
- પાલિકાનું પાણી વ્યવસ્થાપન ફેઈલ: વોર્ડ 14માં શોભાના ગાંઠિયા સમાન હેન્ડ પંપો, તાત્કાલિક રિપેરિંગની માંગ.
- વહીવટી સવાલો: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની જાળવણી અને વ્યવસ્થાપન કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં હાલ ઉનાળાના પાણીના કકળાટ અને પાણી પુરવઠાની સમસ્યા વચ્ચે વોર્ડ નંબર 14માં એક ગંભીર બેદરકારી સામે આવી છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી 16 જેટલા હેન્ડ પંપ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઈને સ્થાનિક કોંગ્રેસના મહિલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.
❓શું છે મામલો?
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, પાણીગેટ પોલીસ સ્ટેશન સામે, ખારીવાવ રોડ, ગાજરાવાડી, નાલબંધ વાડા, મોટી-નાની છીપવાડ, બાજવાડા, રાજપુરાની પોળ, પ્રતાપ પોળ, ખેડકર ફળિયા, ભદ્ર કચેરી પાસે, કાલુપુરા મટન માર્કેટ અને લીમવાલી મસ્જિદ સહિતના વિસ્તારોમાં હેન્ડ પંપ બંધ હોવાથી લોકોને વૈકલ્પિક પાણી પણ મળી રહ્યું નથી. કાઉન્સિલરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક તરફ શહેરમાં પાણીની વ્યાપક ફરિયાદો છે, ત્યારે બીજી તરફ જનતાને રાહત આપી શકે તેવી સુવિધાઓ પણ તંત્રના પાપે ઠપ્પ પડી છે.
🧐માગણી:
તંત્ર સામે ઉઠેલા સવાલો વચ્ચે હવે વોર્ડ-14ના તમામ 16 હેન્ડ પંપોનું તાત્કાલિક સમારકામ કરી તેને કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર શહેરમાં સર્વે કરી બંધ પડેલા અન્ય હેન્ડ પંપોને પણ સત્વરે ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકોને પાણીની મુશ્કેલીમાંથી આંશિક રાહત મળી શકે.
🫵એક તરફ પાણીની અછતનું સંકટ અને બીજી તરફ બંધ હેન્ડ પંપો, હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ક્યારે આ હેન્ડ પંપોને ફરી ધમધમતા કરે છે અને સામાન્ય નાગરિકોને ક્યારે રાહત મળે છે.