Vadodara

વડોદરા: વેકેશન બાદ આજથી શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

Published

on

21 દિવસના દિવાળી વેકેશન પછી આજથી વડોદરાની શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે.નવાં સત્ર માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાયા છે.

  • બીજા સત્રમાં કુલ 144 દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે.
  • ધોરણ 9થી 11 સુધીની વાર્ષિક પરીક્ષાઓ 9 થી 20 એપ્રિલ વચ્ચે યોજાશે.
  • CBSE બોર્ડની પરીક્ષા આ વર્ષે બે તબક્કામાં લેવાશે, શાળાઓએ તે મુજબ શિક્ષણ કાર્ય ગોઠવ્યું.

વડોદરામાં 21 દિવસના દિવાળી વેકેશન પછી આજથી શાળા અને કોલેજોમાં ફરી રોનક પરત ફરી છે. શહેર અને જિલ્લામાં અંદાજે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ નવા સત્રની શરૂઆત સાથે અભ્યાસમાં જોડાયા છે.શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલા સમયપત્રક મુજબ હવે બીજા સત્રમાં કુલ 144 દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે, જેમાં 26 રવિવાર અને 9 જાહેર રજાઓ રહેશે.

શાળાઓમાં ધોરણ 9 થી 11 સુધીની વાર્ષિક પરીક્ષાઓ 9 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે લેવામાં આવશે. ધોરણ 12 માટે બોર્ડની તૈયારીને ધ્યાનમાં રાખી અલગ શેડ્યૂલ મુજબ આંતરિક તથા પ્રી-બોર્ડ પરીક્ષાઓ યોજાશે. સીબીએસઈ બોર્ડ દ્વારા આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનો નિર્ણય લેવાતા શાળાઓએ શિક્ષણ કાર્ય પણ તે મુજબ ગોઠવ્યું છે.બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સાથે સહ-પાઠ્યક્રમિક પ્રવૃત્તિઓને ખાસ વેગ મળશે.

શૈક્ષણિક ગુણવત્તા વધારવા વિવિધ વર્કશોપ, પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલ આધારિત અભ્યાસક્રમો પણ અમલમાં આવશે.કોલેજોમાં પણ આજથી નવા સત્રનો આરંભ થયો છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પરીક્ષા બાદ રેગ્યુલર લેક્ટરો સાથે નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ થશે.

સત્રના અંતે મે મહિનાથી 35 દિવસનું ઉનાળું વેકેશન શરૂ થઈ જૂનના મધ્ય સુધી ચાલશે. દિવાળી બાદના આ નવા તબક્કાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ અને ગંભીરતા જોવા મળે તેવી અપેક્ષા શિક્ષણજગત વ્યક્ત કરી રહ્યું છે.

Trending

Exit mobile version