Vadodara

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના બે વિદ્યાર્થીઓએ JEE એડવાન્સમાં ટોપ રેન્ક હાંસલ કરી

Published

on

વડોદરા માં આકાશ એજ્યુકેશન સર્વિસીસ લીમીટેડમાં આભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ JEE એદ્વ્નસ 2024ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ટોપ રેન્ક હાંસલ કરતા આજે તેની ઉજવણી આકાશ એજ્યુકેશનના સેન્ટર પર કરવામાં આવી હતી.

  દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજ IIT તેમજ NITમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઈન્સ બાદ JEE એડવાન્સની પણ તૈયારી કરવી પડે છે. ધોરણ 11 અને 12 દરમિયાન જ વિદ્યાર્થીઓ JEEની આ કઠીન પરીક્ષા માંથી પસાર થતા હોય છે. JEEમાં મળેલી રીન્કીંગના આધારે વિદ્યાર્થીઓ પોતાના ભાવિના ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.


JEE મેઈન્સમાં દેશ ભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાંથી 2 લાખની આસપાસ વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા આપવા માટે પસંદગી પામે છે. આ એક્ઝામ એટલી કઠીન હોય છે. કે તેમાં પાસીંગ પર્સન્ટેજ 25 ટકાની આસપાસ હોય છે. 

ગત રવિવારે જાહેર થયેલા JEE એડવાન્સના પરિણામોમાં કુલ 1,80,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 48,248 વિધાર્થીઓએ પાસ થયા હતા. આ પરીક્ષામાં વડોદરાના આકાશ એજ્યુકેશન સર્વિસીસ લીમીટેડમાં તૈયારી કરીને બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું છે.વડોદરાના શ્રેયસ મેનેને ઓલ ઇન્ડિયા રેન્કમાં 571મુ સ્થાન મેળવ્યું છે. જયારે ઇદ્રીશ રાજાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 850મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બંને વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનને લઈને હવે તેઓ માટે રાષ્ટ્રની સૌથી પ્રતિષ્ઠિત ઈન્જીનીયરીંગ સંસ્થા IIT તેમજ NITમાં પ્રવેશ મેળવી શકશે.

વડોદરાના શ્રેયસ મેનેને ઓલ ઇન્ડિયા રેન્કમાં 571મુ સ્થાન મેળવ્યું છે. જયારે ઇદ્રીશ રાજાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 850મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બંને વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનને લઈને હવે તેઓ માટે રાષ્ટ્રની સૌથી પ્રતિષ્ઠિત ઈન્જીનીયરીંગ સંસ્થા IIT તેમજ NITમાં પ્રવેશ મેળવી શકશે.

Trending

Exit mobile version