વડોદરા જીલ્લાના સાવલી ટાઉનમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ પેઢીની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરોઢિયે થયેલી ચોરીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ નુકશાન પહોચાડ્યું હતું. ઘટના બાદ સાવલી પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. જયારે ફાઈનાન્સ પેઢીના સંચાલક બહારગામ હોવાથી કેટલી ચોરી થઇ છેટે જાણી શકાયું નથી.
વડોદરાના સાવલી ટાઉનમાં ખાડિયાબજારમાં ખાનગી ફાઈનાન્સ પેઢીની ઓફીસ આવેલી છે. બે દિવસ રજા હોવાથી ફાઈનાન્સ પેઢી બંધ હતી તે અરસામાં ગત રોજ સવારે 5 વાગ્યાના સુમારે કેટલાક ચોર તત્વો દોશીવગા તરફથી પેઢીની ઈમારતનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. અને ચોરી કરવાની કોશિશ કરી હતી. ફાઈનાન્સ પેઢીના સંચાલક દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલી છે. જેને પણ તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તસ્કરોને સફળતા મળી ન હતી. તસ્કરોએ પોતાના બચાવમાં સીસીટીવી કેમેરાને પણ નુકશાન પહોચાડ્યું હતું. જયારે પેઢી સંચાલકે મોબાઈલમાં સીસીટીવી તપાસતા ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી.
હાલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. સ્ટ્રોંગરૂમ સિવાય પેઢીની ઓફિસમાં કેટલી રોકડ હતી. અને કેટલી ચોરી થઇ છે. તેની માહિતી મળી શકી નથી.જયારે સોના ચાંદીy ના દાગીના અને કેટલાક ચાંદીના વાસણો મળીને લાખોની ચોરી થયાનો અંદાજ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યો છે.