Vadodara

નશાકારક સીરપનો વેપાર ફરી ધમધમ્યો, અમદાવાદ ગ્રામ્ય પોલીસે સીરપનો જથ્થો પકડતા ગોડાઉન વડોદરામાં મળ્યું

Published

on



ખેડા જીલ્લામાં થયેલા ચકચારી સીરપ કાંડમાં 7 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પોલીસે રાજ્યભરમાં આવી નકલી અને નશાકારક સીરપનું વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવી હતી. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસે નશાકારક સીરપના જથ્થા સાથે એક રિક્ષાને પકડી પાડયા બાદ તેના કનેક્શન વડોદરા સાથે નીકળતા વડોદરામાં ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે.


ખેડા જીલ્લામાં થોડા સમય પહેલા નશાકારક સીરપ પીવાથી 7 જેટલા નશાના આદીઓના મોટ નિપજ્યા હતા. જેમાં વડોદરા સાથે કનેક્શન નીકળતા મુખ્ય આરોપીની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને થોડો સમય થયો છે ત્યાં તો અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ વટામણ ચોકડી પાસેથી એક રિક્ષામાં નશાકારક સીરપના જથ્થા સાથે શકીલ શેખ અને પ્રતીક પંચાલની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement



બંને પકડાયેલા આરોપીઓ મૂળ વડોદરાના હોવાથી પોલીસે તપાસનો દોર વડોદરા તરફ લંબાવ્યો હતો. જ્યારે સીરપનો જથ્થો વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા આનંદવન કોમ્પ્લેક્ષ માંથી લાવ્યા હોવાનું સામે આવતા અમદાવાદ પોલીસની ટિમ વડોદરા આવી પહોંચી હતી.




સુભાનપુરા આનંદવન કોમ્પ્લેક્ષની ઉત્તુંગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં સીરપનો જથ્થો રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું  છે. નશાકારક સીરપનું ગોડાઉન રાજુ નામના ઈસમનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version