વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે પંજાબ રોલિંગમીલ ખાતે બુલેટ ટ્રેન પ્રોજક્ટની સાઈટ પરથી 18 લાખના સળિયા બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં સયાજીગંજ પોલીસે સિવિલ એન્જિનિયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પંડયાબ્રીજ પાસે પંજાબ રોલીંગમીલ ખાતે બુલેટ ટ્રેનનો એલીવેટેડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેથી આ તમામ પ્રોજેક્ટનુ કામકાજ એલ એન્ડી ટી કંપની તરફથી કરાવાઈ રહ્યું છે. જેમાં સીવીલ એન્જીન્યર તરીકે કામ કરતા રીક તપન બીશ્વાસે શુક્રવારના રોજ સવારનારાત્રીના સમયે બહારથી કન્ટેનરમાં મંગાવી 18 લાખ લાખ લોખંડના સળિયા બારોબાર વેચી માર્યા હતા.
Advertisement
જેની ફરિયાદ સયાજીગંજ પોલીસે સ્ટેશનમાં નોંધાઈ હતી. જેથી પોલીસ સીસીટીવી કેમેરાના આધારે એલ એન્ડી કંપનીના સિવિલ એન્જિનયર રીક તપન બિશ્વાસ, અભિષેક મહેશ સોલંકી તથા સંતોષ રામવીર સિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.