Vadodara

પ્રોહીબિશન, મારામારી અને રાયોટિંગના ગુન્હામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની PASA હેઠળ અટકાયત

Published

on

પ્રોહિબિશન, મારામારી તેમજ રાઇટીંગના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને વડોદરા શહેર પીસીબી શાખાએ પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપ્યા છે.

Advertisement

શહેરના મકરપુરા પોલીસમાં થોડા સમય પહેલા શહેર પીસીબી શાખા દ્વારા દરોડો પાડીને વિદેશી શરાબના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. જે કેસમાં આરોપી પૂનમ ઉર્ફે પુનિયો મનહરભાઈ ભાલીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. લાખોની કિંમતના ઝડપાયેલા વિદેશી શરાબમાં અંતે આરોપીની ધરપકડ કરવામાં શહેર પીસીબી શાખાને સફળતા મળી હતી જ્યારે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા પૂનમ ઉર્ફે પુનિયો મનહરભાઈ ભાલીયાની આજરોજ પીસીબી શાખાએ પાસા હેઠળ અટકાયત કરીને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

જ્યારે બીજા બનાવામાં મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા આરોપી ભાવેશ મનહરભાઈ પટેલ ની શહેર પીસીબી શાખાએ પાસા હેઠળ અટકાયત કરી છે. બુટલેગર ભાવેશ મનહરભાઈ પટેલ પર વડોદરા શહેર જિલ્લામાં 19 જેટલા પ્રોહીબિશન તેમજ જુગાર ધારાના કેસો નોંધાયેલા છે.આરોપી ભાવેશ પટેલની ધરપકડ કરીને શહેર પીસીબી શાખાએ તેને પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

Advertisement

ત્રીજા કિસ્સામાં વડોદરા શહેરમાં રખડતા ઢોરો પકડવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની આસપાસ મંડળી બનાવીને ગફલત ભરી રીતે મોટરસાયકલ હંકાળતા ગૌપાલક સામે નોંધાયેલા રાયોટીંગના ગુનાને લઈને પીસીબી શાખાએ પાસાનું હથિયાર ઉગામ્યું છે.

Advertisement

શહેરના સમાં વિસ્તારમાં ગણેશ નગરમાં રહેતા રોહિત રણછોડભાઈ ભરવાડ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરી પથ્થરમારો કરીને પકડાયેલા ઢોર છોડાવી જવાની ઘટનામાં બે વખત રાયોટિંગનો ગુન્હો નોંધાયો હતો. જેને લઈને શહેર પીસીબી શાખાએ આરોપીની પાશા હેઠળ અટકાયત કરીને ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

Advertisement

Trending

Exit mobile version