Vadodara

વડોદરા નેશનલ હાઇવે પર મોંઘીદાટ ગાડીઓમાં નબીરાઓનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Published

on

વડોદરા નેશનલ હાઇવે પર નબીરાઓની સ્ટંટ બાજીનો વિડિયો વાયરલ થયો. જેમાં ચાર થી પાંચ મોંઘીદાટ ગાડીઓમાં સવાર થયેલ નબીરાઓ સ્ટંટ કરતા નજરે પડે છે. સામાન્ય જનતાને દંડ ફટકારતી પોલીસ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા.

Advertisement

વડોદરા નેશનલ હાઇવે પર એક સાથે 4 થી 5 કારે રોડ પર કબ્જે કર્યો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં નબીરાઓએ સ્ટંટ કરી હાઇવે પર ફિલ્મી દ્રશ્યો તાજા કર્યા હતા. લક્સુરિયસ કારને હાઇવે પર વાંકીચૂકી ચલાવી દહેશત ઊભી કરી હતી. અવાર નવાર આવા નબીરાઓ હાઇવે પર આ પ્રકારના સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે. પરંતુ આવા માલેતુજાર પરિવારના નબીરાઓ સામે પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ હોય તેવું જણાઈ આવે છે.

મહત્વનું છે કે, અગાઉ રાજ્યમાં એવા ઘણાય કિસ્સા બની ચુક્યા છે કે જેમાં સ્ટંટબાજી કરવામાં કે પછી ઓવર સ્પીડ પર ગાડી હંકારવવાના કારણે મોટી દુર્ઘટના બની હોય. જેમાં અમદાવાદમાં બનેલ તથ્યકાંડ બાદ ટ્રાફિક શાખાને કડકાઈ દાખવવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય હજુ પણ પોલીસ દ્વારા કોઈ કડકાઈ ન કરવામાં આવતી હોય આવા નબીરાઓ બેફામ બનતા જઈ રહ્યા છે. જેથી પોલીસ દ્વારા આવા નબીરાઓ પર કડક વલણ દાખવવા માંગ ઉઠી છે.

Advertisement

Trending

Exit mobile version