Vadodara

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Published

on

  • વીજ કરંટથી યુવકનું મો-ત: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કામ કરતા કિશન જાટવ નામના શ્રમિકનું કરંટ લાગવાથી શંકાસ્પદ મો-ત.
  • સુરક્ષા સાધનોનો અભાવ: ફેક્ટરીમાં શ્રમિકો માટે સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ન હોવાની ગંભીર લાપરવાહી સામે આવી.
  • વિરોધાભાસી નિવેદનો: ડેરીના માલિક અને કર્મચારીઓના અલગ-અલગ નિવેદનોથી સમગ્ર ઘટના શંકાના ઘેરામાં.
  • પોલીસ તપાસ શરૂ: યુવકને બે ખાનગી હોસ્પિટલ બાદ SSG ખસેડાયો હતો, જ્યાં મો-ત નીપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા: વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી ‘ડી માર્ટ’ પાસે ચાલતી ‘માધવ ડેરી પ્રોડક્ટ’ નામની પનીર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા એક યુવકનું વીજ કરંટ લાગવાથી શંકાસ્પદ મો-ત નીપજ્યું છે. આ કરુણ ઘટનાએ ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે.

🚨શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનો રહેવાસી કિશન જાટવ નામનો યુવક માત્ર એક-દોઢ મહિના પહેલા જ આ ડેરીમાં નોકરી પર લાગ્યો હતો. પનીર બનાવતી આ માધવ ડેરીમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ અને સુરક્ષાના સાધનોનો ભારે અભાવ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ જ ગંભીર લાપરવાહીના કારણે કિશન જાટવને કામ દરમિયાન જીવલેણ વીજ કરંટ લાગ્યો હતો. ઘટના બાદ ડેરીના કર્મચારીઓ ઈજાગ્રસ્ત કિશનને તાત્કાલિક સારવાર માટે બે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સારવાર ન મળતા અંતે તેને SSG (સયાજી) હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃ-ત જાહેર કર્યો હતો.

🗣️સંચાલકોના વિરોધાભાસી નિવેદનો:

આ દુર્ઘટના બાદ ડેરીના જવાબદાર લોકોના નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જે અનેક શંકાઓ ઉપજાવી રહ્યો છે. ડેરીના એકાઉન્ટ વિભાગના કર્મચારીના જણાવ્યા મુજબ, કિશન પોતું મારતી વખતે વીજ કરંટનો શિકાર બન્યો હતો; જ્યારે ડેરીના માલિક હરેન્દ્રનું કહેવું છે કે કિશન ખાલી બેઠો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો! એક જ દુર્ઘટના અંગે માલિક અને કર્મચારીના આવા અલગ-અલગ નિવેદનો સમગ્ર ઘટનાક્રમ પર શંકાની સોય તાણે છે.

શું આ કોઈ ગંભીર ઔદ્યોગિક બેદરકારી છે કે પછી કોઈ રહસ્ય? તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ આ દુર્ઘટનામાં એક નિર્દોષ યુવાન શ્રમિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Trending

Exit mobile version