ઇકો કારની ટક્કર:સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે લીધા.
મહિલાનું કરુણ મોત:અકસ્માતમાં સંગીતાબેન પાટણવાડિયાનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટીભર્યું મૃત્યુ થયું.
હોસ્પિટલ ખસેડાયા:અકસ્માતમાં અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સાવલી પોલીસ દ્વારા ગુનો દાખલ:પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે મોકલી આપી અકસ્માત કરનાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થતા સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડી આવતી એક ઇકો કારના ચાલકે રોડ પર ઊભેલા બાઇક સવારને અચાનક જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મો*ત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી-શેરપુરા રોડ પર આવેલા ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે બાઇક પર સવાર થઈને આવેલા વ્યક્તિઓ રોડની બાજુમાં ઊભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઉભેલા બાઇક સવારને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર સંગીતાબેન પાટણવાડિયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મૃ*ત્યુ નીપજ્યું હતું. જ્યારે આ જ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃ*તક સંગીતાબેનના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ મામલે સાવલી પોલીસ સ્ટેશન દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ઇકો કારના ચાલક વિરુદ્ધ અકસ્માત અને કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.