Vadodara

મેડિસિન બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ટેમ્પામાં મેડિસિનના બોક્ષની આડમાં લુધિયાણા થી અમદાવાદ લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 12.89 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ કરી હતી



ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે ત્યારે પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે ત્યારે એલ.સી.બી. પોલીસે લુધીયાણાથી બંધબોડીના ટાટા ટેમ્પોમાં અમદાવાદ લઇ જવાતો રૂ. 5.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો વડોદરા એકસપ્રેસ ટોલનાકા ઉપર ઝડપી પાડી કુલ રૂ. 12.89 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી ટેમ્પા ચાલકની ધરપકડ કરી હતી

Advertisement



આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી પોલીસની ટિમ
નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એલ.સી.બી પોલીસના
પો.સ.ઈ. આર.બી.વનાર ને બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો બંધબોડીનો ટાટા ટેમ્પો માં મોટી માત્રામાં વિદેશીદારુનો જથ્થો ભરેલ છે જે ટાટા ટેમ્પો વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર થઇ અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે
એલ.સી.બી પોલીસની ટિમે એકસપ્રેસ ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફના ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા



દરમિયાન બાતમી આધારિત એક સફેદ કલરનો બંધ બોડીનો ટાટા ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કરી સાઇડમાં લેવડાવી ટેમ્પામાં ચાલકની પુછપરછ કરતા ટેમ્પામાં મેડીશીનના બોક્ષ હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસને શકા જતા ટેમ્પા ચાલક  હનુમાનરામ સુખરામરામ બિશ્નોઈને સાથે રાખી ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા મેડીશીન ભરેલા ખાખી બોક્ષની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂના જથ્થાને ટેમ્પા માંથી બહાર કાઢી ગણતરી કરતા કુલ રૂ. 5.77 લાખની કિંમતની 105 નંગ વિદેશી દારુની પેટી મળી આવી હતી



પોલીસે વિદેશી દારૂના જથ્થો, મોબાઇલ ફોન, ટેમ્પો, જીપીએસ ટ્રેકર તથા મેડીશીન ભરેલા ખાખી બોક્ષ સહિત કુલ રૂ. 12.89 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાન રાવલીનાડીના ટેમ્પો ચાલક હનુમાનરામ સુખરામરામ બિશ્નોઈની અટકાયત કરી પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ ટાટા ટેમ્પો રાજસ્થાનના ઉમેશ જાટે લુધીયાણાથી આપેલ અને અમદાવાદ ખાતે પહોંચવાની જાણવ્યું હોવાની કબૂલાત કરી હતી એલ.સી.બી પોલીસે પકડાયેલ ટેમ્પો ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ મંજુસર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Trending

Exit mobile version