મુખ્યમંત્રી પૂછતાં હોય છે કે ” સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો?” આજે રસિકભાઈને પૂછવું પડે, “તમે સ્પેશિયલ એજન્ડા સાથે સ્થળ પર આવ્યા હતા?”
જીલ્લા સંગઠનના સર્વોચ્ચ હોદ્દા પર બેસીને આવા બેજવાબદારી પૂર્ણ નિવેદન આપતા અગ્રણી પાસે બીજી શું અપેક્ષા રાખવી?
સરકાર જવાબદારી નક્કી કરે, દુર્ઘટનાનું કારણ શોધે તે પહેલાં ભાજપના નેતાએ કોઈને જવાબદાર ગણવા ન જોઈએ તેવું નિવેદન આપી દીધું.
લોકો ખોબે ખોબે મત આપીને સત્તા પર બેસાડીને આવા નિવેદનોની અપેક્ષા નથી કરતા!
આજે વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા 13 લોકોના મોત નીપજ્યા છે. અને 6 જેટલા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બ્રિજ ખખડી ગયો હોવાની રજુઆત વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે. પરંતુ કોઇએ ધ્ચાન નહીં આપતા આજે આ દિવસ આવ્યો છે. વહેલી સવારે ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના લોકો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ તકે ભાજપ જિલ્લા પ્રમુખે જાણે આ મામલે કોઇ કસુરવાર જ ના હોય, અને તેમના તરફે વગર માંગ્યે ક્લિન ચીટ આપતા હોય તેવી સમજ ઉભી થાય તેવું નિવેદન આપ્યું હતું. રસિક પ્રજાપતિએ મીડિયા સાથેની વાતમાં સ્પષ્ટ કરી દીધું કે, દુર્ઘટના જ્યારે પણ હોય તેમાં આપણે કોઇને જવાબદાર ના ઠેરવી શકીએ. દુર્ઘટના બની છે તે મોટી ગંભીર બાબત છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દુર્ઘટના જ્યારે પણ હોય તેમાં આપણે કોઇને જવાબદાર ના ઠેરવી શકીએ. દુર્ઘટના બની છે તે મોટી ગંભીર બાબત છે. આ વિષય છે, બચાવ કામગીરી ચાલી રહી છે, તે બાદ જે માહિતી મળશે, તેમાં કલેક્ટર અને કમિશનર જોડે મળીને સંકલન કરીશું. તેમાં જે કંઇ આવશે તેની જાણ તમને કરીશું. બ્રિજની દુર્ઘટના બની છે, તે મોટો બ્રિજ છે, જંબુસર અને આણંદને જોડતો માર્ગ છે. ધારાસભ્યએ પૂલ મંજુર કરાવ્યો છે. તેનું કામ જલ્દી કરીશું. જે કંઇ બન્યું છે, તેમાં કંઇકને કંઇક કરવાનો પ્રયત્ન કરીશું.