Vadodara

વડોદરામાં ગેરકાયદે મુસાફરી હેરાફેરી પર તંત્રનો કડક એકશન: 113 વાહનો સામે કેસ, 52 કબજે

Published

on

અરટીઓ, એસટી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ કાર્યવાહી કરી 150 વાહનચાલકો સામે કેસ કર્યા.

  • કુલ 53 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા,રૂ. 1.87 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.
  • જિલ્લા ટ્રાફિક પોલીસે 76 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 38 હજાર દંડ વસૂલ્યો અને 52 વાહનોને ડિટેઇન કર્યું.
  • ચેકિંગનું ઉદ્દેશ ગેરકાયદેસર મુસાફર વહનને અટકાવવું અને જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવું.

વડોદરામાં પ્રાઇવેટ વાહનો દ્વારા બિનપરમિટ મુસાફરોના વાહનથી સરકાર તથા એસટી નિગમની આવકને નુકસાન પહોંચી રહ્યું હોવાને પગલે આરટીઓ, એસટી અને જિલ્લા ટ્રાફિક પોલીસે સંયુક્ત ચેકિંગની વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર.ડી. ગળચરની સૂચનાથી 18 થી 20 નવેમ્બર દરમિયાન સુરક્ષા શાખા, આરટીઓ વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ કપુરાઈ ચોકડી તથા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક ચેકિંગ ચલાવ્યું. આ દરમિયાન 150 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 53 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા,

તેમજ રૂ. 1.87 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.આ તપાસ દરમિયાન રોડ સેફટી, પરમિટ ભંગ, ઓવરલોડ, પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસ સહિતના વિવિધ નિયમોના ભંગ સામે દંડાત્મક કાર્યવાહી થઈ હતી. આરટીઓ વિભાગ દ્વારા કુલ 37 કેસો નોંધાયા, જેમાં ઓવરલોડ 6, ઇન્સ્યોરન્સ 4, પીયુસી 3, ડ્રાઇવિંગ લાયસન્સ 5, ફિટનેસ 3, પાર્કિંગ 1 અને મુસાફર પરવાનગી ભંગના 15 કેસો સામેલ છે.

તે ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસે 76 વાહનચાલકોને મેમો ફટકારી રૂ. 38 હજારનો દંડ વસૂલ્યો હતો, તેમજ 52 વાહનોને ડિટેઇન કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આવી સંયુક્ત ચેકિંગ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે જેથી ગેરકાયદેસર મુસાફરી રોકી શકાય અને જાહેર પરિવહનને ટેકો મળે.

Trending

Exit mobile version