Vadodara

જીલ્લા ભાજપના હોદ્દેદારોના “જીતનો જશ” કોઈ બીજું લઈ ગયું!, કરજણના 19 માંથી 11 જ કાર્યાલય પર પહોંચ્યા

Published

on

વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાની ચુંટણી અને જીલ્લાની કેટલીક ખાલી પડેલી બેઠકો પરની પેટા ચુંટણી સંપન્ન થતા મોટા ભાગે ભાજપને જીત સાંપડી છે. જોકે વિવાદોમાં રહેલી કરજણ નગરપાલિકામાં જીતનો શ્રેય કોઈ બીજા લઈ ગયા હોવાનો ઘાટ સર્જાતા જીલ્લાના હોદ્દેદારો ભોઠાં પડ્યા છે.

ગતરોજ ચુંટણીના પરિણામ આવ્યા બાદ કરજણમાં ઉજવણીનો માહોલ હતો. અઘોષિત એટલે કે મૌખિક સુચનાથી પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ ની ભરપુર વાહવાહી થઇ હતી. જ્યાં તેઓની કુશળ રણનીતીને કારણે કરજણ નગરપાલિકામાં ભાજપને જીત મળી છે તેવી છાપ છોડવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા.

Advertisement


આ સમગ્ર ઉજવણી વચ્ચે જીલ્લા ભાજપના હોદ્દેદારો પોતાનું યજમાન પદ છોડીને મહેમાન બની જતા જીતના શ્રેયનો કળશ આપોઆપ ડો. વિજય શાહના ખોળે પહોચી ગયો હતો. ચુંટણીના પરિણામ બાદ ઉજવણી જેતે જીલ્લા કે શહેર કાર્યાલય ખાતે થતી હોય છે.


કરજણ નગરપાલિકાના પરિણામો બાદ જીતની ઉજવણી જીલ્લા કાર્યાલય પર થવી જોઈએ તેણે બદલે સૌપ્રથમ શહેર કાર્યાલય ખાતે કરવામાં આવી, જ્યાં યજમાન જીલ્લાના આગેવાનો મહેમાન બનીને પહોચ્યા. શહેર ભાજપના કાર્યકરો કરજણમાં ચુંટણી પ્રચાર માટે પહોચ્યા હતા. જેઓએ જીતનો સંપૂર્ણ શ્રેય શહેર ભાજપ અધ્યક્ષને આપવાનો પ્રયત્ન કર્યો અને તેઓએ મહદ્ અંશે સફળ પણ થઇ ગયા .


આજે જીલ્લા ભાજપ દ્વારા કરજણ તેમજ જીલ્લાની અન્ય બેઠકો પર જીતેલા ઉમેદવારોનું સન્માન આને ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ઉજવણીના કાર્યક્રમનું આયોજન બપોરે 1.30 કલાકે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના એક કલાક બાદ પણ જીતેલા 19 પૈકી ગણ્યાગાંઠ્યા ઉમેદવારો જ જીલ્લા કાર્યાલય પર પહોચ્યા, જીલ્લા ભાજપ અધ્યક્ષના હોમપીચ પર તેઓની સૂચનાનું અમલ નહિ થતા જીલ્લાના મહામંત્રીઓ ભારે લાલઘુમ થયા હતા. અને પ્રદેશ સુધી ફરિયાદ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

Advertisement


મોડે મોડે 3 વાગ્યા સુધી કરજણના જીતેલા ઉમેદવારો માંથી 11 ઉમેદવારો જ જીલ્લા કાર્યાલય ખાતે હાજર રહેતા અંતે કાર્યક્રમ આટોપી લેવાયો. જયારે કરજણ નગરપાલિકાના આખા એક વોર્ડના એક પણ સભ્ય હાજર નહિ રહેતા ચર્ચાએ જોર પકડ્યું હતું. પરિણામના એક દિવસ બાદ જીતનો જશ લેવા યોજાયેલા કાર્યક્રમે ભારે અપસેટ સર્જ્યું હતું. જયારે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, પ્રચારક પ્રભારી તરીકે આવેલા ડો. વિજય શાહ સમગ્ર જીતનો શ્રેય લઇ ગયા અને જીલ્લા ભાજપના હોદ્દેદારો તમાશો જોતા રહી ગયા !

2.55 સુધી જીલ્લા કાર્યાલય પર પહોંચેલા સભ્યો

  • ગોકુલ ભાઈ ભરવાડ
  • જયેશભાઇ પટેલ
  • દિવ્યાબેન વસાવા
  • ઈલાબા અટાલિયા
  • મોહસીન દીવાન
  • ઉર્મિલાબેન રોહિત
  • નિખિલ ભટ્ટ
  • અર્જુનસિંહ અટાલિયા
  • લક્ષ્મીબેન પરમાર
  • ઉર્વશીબેન સિંધા
  • અશોક વસાવા
  • નિશા શાહ
  • કૈલાશબેન બારીયા

Trending

Exit mobile version