Vadodara

પરીક્ષાના ડરે વિધાર્થિની બની ‘માસ્ટરમાઈન્ડ’: વડોદરાની બ્રાઇટ સ્કૂલમાં બોમ્બની ધમકી આપનાર ઝડપાઈ

Published

on

શહેરના કારેલીબાગ વિસ્તારની જાણીતી બ્રાઇટ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીના મામલે વડોદરા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સમગ્ર હડકંપ પાછળ કોઈ આતંકી સંગઠન કે અસામાજિક તત્વો નહીં, પરંતુ તે જ શાળાની એક વિધાર્થિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

શું હતો ધમકી પાછળનો હેતુ?

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે વિધાર્થિનીએ આ ગંભીર પગલું માત્ર પરીક્ષાઓ રદ કરાવવા અને શાળામાં ભયનું વાતાવરણ ઉભું કરવાના ઉદ્દેશ્યથી ભર્યું હતું.

📍ઘટનાક્રમ: અફરાતફરીથી ખુલાસા સુધી

  • ધમકીભર્યો ઈ-મેઇલ: શાળા સંચાલકોને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
  • સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ: ઘટનાની ગંભીરતા જોઈ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો શાળાએ પહોંચી હતી.
  • વિદ્યાર્થીઓની રજા: સાવચેતીના ભાગરૂપે શાળામાં રજા જાહેર કરી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવાયા હતા.
  • ટેકનિકલ તપાસ: સાયબર ક્રાઈમ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઈ-મેઇલના IP એડ્રેસને ટ્રેસ કરતા પોલીસ સીધી સ્કૂલની જ વિધાર્થિની સુધી પહોંચી હતી.

પોલીસની કડક કાર્યવાહી

🚨વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે આ અંગે સ્પષ્ટ સૂચના આપી છે કે, “આવી ખોટી અફવાઓ ફેલાવવી કે ધમકી આપવી એ ગંભીર ગુનો છે. ભલે તે વિદ્યાર્થી હોય, પરંતુ આવા કૃત્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.” પોલીસે વિધાર્થિની અને તેના વાલીઓને બોલાવી સમગ્ર મામલે કાયદેસરની સમજૂતી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

🫵 ખુલાસા બાદ વાલીઓએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ બાળકોમાં વધતા માનસિક તણાવ અને પરીક્ષાના ડર અંગે પણ સમાજમાં ચર્ચા જાગી છે.

Trending

Exit mobile version