વડોદરાના કરોડિયા વિસ્તારમાં થયેલા બહુચર્ચિત **’આકારણી કૌભાંડ’**માં આખરે ગાજ પડી છે. ભાજપના શિસ્તબદ્ધ ગણાતા સંગઠનમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે મોટો ફેરફાર જોવા મળ્યો છે.”હોદ્દેદારોના પત્તાં કપાયા
🪷હોદ્દેદારોના પત્તાં કપાયા
વડોદરા શહેર ભાજપના વોર્ડ નંબર 8 ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સત્તાવાર રીતે તેને ‘અંગત કારણો’ ગણાવવામાં આવ્યા છે, પરંતુ અસલી કારણ છે કરોડિયા વિસ્તારનું મિલકત આકારણી કૌભાંડ.
❓શું હતું સમગ્ર કૌભાંડ?
- ગેરકાયદે આકારણી: કરોડિયામાં ખેતીલાયક જમીન (Non-Agricultural – NA થયા વગર) પર બનેલા ૧૬ મકાનો અને ૬ ખુલ્લા પ્લોટની ગેરકાયદેસર રીતે પાલિકાના ચોપડે આકારણી કરી દેવામાં આવી હતી.
- પૈસાની વહેંચણીમાં ડખો: સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામ માટે પ્લોટ દીઠ ₹૧૦,૦૦૦નો ‘વહીવટ’ થયો હતો. પરંતુ પક્ષના જ બે જૂથો વચ્ચે આ પૈસાની ભાગબટાઈમાં વિખવાદ થતા આખું પ્રકરણ બહાર આવ્યું.
- ધારાસભ્યની ભૂમિકા: સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયાએ આ મામલે પુરાવા સાથે પાલિકા કમિશનર અને સંગઠનનું ધ્યાન દોર્યું હતું, જેના કારણે હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યું.
⚖️ ઝીરો ટોલરન્સ કે રાજકીય મજબૂરી?
શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ રાજીનામા સ્વીકારી લીધા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પર પણ કડક કાર્યવાહી થઈ શકે છે.
“ભ્રષ્ટાચાર સામે ભાજપની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ પગલું લેવાયું છે, ભલે તે પક્ષનો જ હોદ્દેદાર કેમ ન હોય.”
આ કૌભાંડમાં હજુ કેટલા ‘મોટા માથા’ સામેલ છે? શું આ આકારણી રદ થયા બાદ પ્લોટ ખરીદનારા સામાન્ય લોકોના પૈસા પાછા મળશે?