Vadodara

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે વિકરાળ આગમાં દુકાનો, મકાનો તેમજ વાહનો બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.

Published

on

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક વિકરાળ આગ લાગતા અનેક દુકાનો, મકાનો તેમજ વાહનો બળી ગયા. ફાયર વિભાગ દ્વારા આ બનાવને મેજર કોલ જાહેર કરાયો.

વડોદરામાં શહેરમાં જ્યાં એક તરફ પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટિનેં લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં જ બીજી તરફ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આગના બનાવ સામે આવી રહ્યા છે. શહેરના તાંદલજા વિસ્તારમાં સફા કોમ્પલેક્ષમાં આવેલ એક ધાર્મિક પુસ્તકની દુકાનમાં ગઈકાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ત્યાં હવે આજે વહેલી સવારે શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે.

શહેરના વ્યસ્ત રહેતા રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે એક સાથે 4 દુકાનોમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગ દ્વારા તેને મેજર કોલ જાહેર કરાયો હતો.

આગની દુર્ઘટનામાં બે વાહનો, પાંચ દુકાનો સહીતના મકાનો બળી ગયા છે. અનેક મેડીકલ સ્ટોર પણ બળીને ખાખ થઇ ગયા છે. આગના પગલે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે.

Trending

Exit mobile version