Vadodara

વડોદરામાં ઠંડી અને ગરમીના ફેરફારથી તીવ્ર રોગચાળો, ડેન્ગ્યુ, મેલેરિયા અને શરદીના કેસમાં વધારો

Published

on

વડોદરામાં બેવડી ઋતુને કારણે રોગચાળો ફેલાવો ઠંડી અને ગરમી વચ્ચે તીવ્ર તાપમાન ફેરફારડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ અને શરદી-ખાંસીના વધતા કેસ

  • શરદી-ખાંસીના દૈનિક કેસ 1500થી વધારેસરકાર અને ખાનગી હોસ્પિટલના આંકડા મેળવે તો વધુ સંખ્યાઓ
  • તબીબોની સલાહ: ગરમ કપડા, ગરમ ખોરાક અને બહારનું ખાવું ટાળવું
  • બાળકો અને વૃદ્ધોની ખાસ સંભાળ લેવાની જરૂર

વડોદરા: શહેરમાં હાલ ઠંડી અને ગરમ હવામાનની બેવડી ઋતુ વચ્ચે રોગચાળો ઝડપી ગતિએ ફેલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધતા અને બપોરે ઉકળાટ વધુ થતા નાગરિકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે.

જ્યારે તીવ્ર તાપમાનના ફેરફારને કારણે વાયરલ તાવ, શરદી-ખાંસી અને ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોના કેસ સતત વધી રહ્યા છે.મ્યુનિસિપલ રિપોર્ટ મુજબ છેલ્લા 48 કલાકમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 117 પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનાં 16 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરમાં મેલેરિયાના આશરે 5 હજાર અને ટાઇફોઇડના 80 કેસ નોંધાયા છે. શરદી-ખાંસીના કેસની સંખ્યા દૈનિક 1500 પાર પહોંચી ગઈ છે.

આ આંકડા ફક્ત સરકારી હોસ્પિટલોના છે, ખાનગી હોસ્પિટલોના ડેટા ઉમેરાતા આ સંખ્યા ત્રણથી પાંચ ગણી વધી શકે છે.સ્વાસ્થ્ય વિભાગ મુજબ અસ્થિર હવામાનને કારણે ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે, જેના પરિણામે વાયરલ ઈન્ફેક્શન ઝડપી ફેલાય છે. તબીબો શહેરજનોને ગરમ કપડા પહેરવા, ગરમ ખોરાક લેવાની અને બહારનું ખાવું ટાળવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં તકેદારી વધુ રાખવા સૂચના આપવામાં આવી છે.

Trending

Exit mobile version