- પ્રાંશુની ધરપકડ કરી, કારણ જણાવ્યા નહીં, અને અટકાયત માટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોને નેવે મુકીને ગેરકાયદેસર રીતે કોર્ટમાં રજુ કરાયો હતો
વડોદરામાં હોલિકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના રક્ષિતકાંડ સામે આવ્યું હતું. આ ઘટનામાં બેફામ કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પોણો દઝન લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે આજે સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા તપાસ અધિકારી સામે સનસનીખેજ આરોપ મુકવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તપાસ અધિકારીનું વલણ આડકતરી રીતે રક્ષિતને ફાયદો પહોંચાડી શકે તેમ છે.
રક્ષિતકાંડ મામલે વડોદરાના સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા સૌથી મોટો ધડાકો કરવામાં આવ્યો છે. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, જે પ્રકારે પોલીસે પ્રાંશુના કેસમાં કાર્યવાહી કરી હતી. એક સ્ટાર વિટનેસને આરોપી બનાવી દેવામાં આવ્યો હતો. ખોટી રીતે એનડીપીએસની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે મામલે વારસિયા પોલીસ દ્વારા પ્રાંશુને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કારેલીબાગ પોલીસે તેને રક્ષિકના કેસમાં સાક્ષી તરીકે પ્રાંશુ ચૌહાણનું નામ હતું. તેનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવાઇ ચૂક્યું હતું. પ્રાંશુ ચૌહાણને આરોપી બનાવી દેવામાં આવ્યો છે. પ્રાંશુની જે ધરપકડ કરી, કારણ જણાવ્યા નહીં, અને અટકાયત માટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશોને નેવે મુકીને સદંતર ગેરકાયદેસર રીતે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. તેની કસ્ટડી ટકી શકે તેમ ના હોવાના કારણે કોર્ટે તેને (પ્રાંશુ ચૌહાણ) ને મુક્ત કર્યો હતો.
મારૂ ચોક્કસ માનવું છે, જે પ્રક્રિયા પ્રાંશુ માટે કરી છે, અને જે રીતે તેને આરોપી બનાવી દેવામાં આવ્યો છે. આડતકરી રીતે રક્ષિતને ફાયદો થાય તે પ્રકારનું કૃત્ય તપાસ અધિકારીએ કર્યું છે. અને જો આ જ પ્રકારની કોઇ ભુલ રક્ષિત માટે કરી હશે, તો ટુંક સમયમાં તેને જામીન મળી જાય તેવું પણ થઇ શકે છે, તેમણે જ્યારે વિટનેસને આરોપી બનાવી દીધો છે, ત્યારે કોર્ટમાં લઇને કશું પુરવાર કરી શકાય તેમ નથી. તેવા કિસ્સામાં તેમણે એવિડન્સ નબળો કર્યો છે. આડકતરી રીતે રક્ષિતને ફાયદો થાય તે પ્રકારની પ્રક્રિયા થઇ છે.