વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમા બનેલ ગંભીર ઘટના બાદ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરવામાં આવી.
વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાતની લાશો ખેંચી જતા રખડતાં સ્વાન ના દ્રશ્યોથી અરેરાટી ઉપજાવી હતી.
વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પરના ખાસવાડી સ્મશાનગૃહના નવીનીકરણની કામગીરી હવે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે કુલ ચાર ચિતાઓની સુવિધા હાલમાં રાખવામાં આવી છે.
ત્યારે,વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરોડો રખડતાં સ્વાનો ની સ્થિતિ બત થી બત્તર થઈ છે, તાજેતરમાં વડોદરા શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાતની લાશો ખેંચી જતા રખડતાં સ્વાન ના દ્રશ્યોથી ફલિત થઈ રહ્યું છે. નવજાત બાળકો અને બિનવારસી મૃતદેહોને ચીંથી નાખ્યાની ઘટના અરેરાટી ઉપજાવે તેવી છે તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી તેમજ ભવિષ્ય માં આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કોર્પોરેશનની કચેરી ખાતે કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
જ્યારે મ્યુ.કમિશનરે પણ અસ્વસ્થ કર્યા છે તે દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તમામ સ્મશાનનો ની સુરક્ષા સુદ્રઢ રીતે જળવાશે તેની વ્યવસ્થા કરવામાં આવશે.