આ મામલાની તપાસમાં જુનેદની માતા સાદિકા સિંધીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે
- શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે વધુ એક ધરપકડ
- માફિયા ગેંગ ગ્રુપના જુનેદની માતા સાદિકા સિંધી પોલીસની ગિરફ્તમાં
- સાદિકા સિંધીના સત્તાપક્ષના નેતા જોડે સારા સંબંધો હોવાની શહેરભરમાં ચર્ચા
ગણોશોત્સવ પહેલા વડોદરા શહેર  ના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઈંડુ ફેંકવામાં આવ્યું હતું. અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કૃત્ય સિટી  વિસ્તારમાં માફિયા ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે એક પછી એક ધરપકડનો દોર શરૂ કર્યો હતો.
જો કે કાર્યવાહી અંતર્ગત અજમેરથી પકડાયેલા જુનેદ સિંધીની માતા સાદિકા સિંધી ની ધરપકડ કરવામાં આવી છે. સાદિકા સિંધી  સત્તાપક્ષ જોડે ઘરોબો ધરાવતા હોવાનું શહેરભરમાં ચર્ચાઇ રહ્યું છે. શહેરની શાંતિ ડહોળવાના કાવતરામાં તેની શું ભૂમિકા હતી, તે સહિતના સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા માં ગણેશોત્સવ પૂર્વે પાણીગેટમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગેંગના મહત્વના ગણાતા ત્રણ શખ્સોને પોલીસે રાજસ્થાનના  અજમેરથી દબોચી લીધા હતા. જે બાદ ત્રણેય આરોપી જુનેદ, સમીર અને અસનને ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી વડોદરા લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમની બરાબર સરભરા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 
આજે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે. આ તકે ત્રણેયની ચાલ ડગમગી હોવાનું જોવા મળી રહ્યું છે, ત્રણેયે રીકન્ટ્રરક્શન દરમિયાન હાથ જોડી દીધા હતા.
આ મામલાની તપાસમાં જુનેદની માતા સાદિકા સિંધીની  સંડોવણી બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાદિકી સિંધી આ કાવતરામાં સામેલ હોવાનું સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાદિકી સિંધીના સત્તાપક્ષના નેતા જોડે સારા સંબંધો હોવાની ચર્ચા છે. પોલીસ તપાસ દરમિયાન સાદિકા સિંધી પાસેથી કઇ કઇ માહિતી કઢાવવામાં સફળતા મળે છે, તે જોવું રહ્યું.