- તમામમાં એક શિસ્ત આવે, આ શિસ્ત માત્ર ટ્રાફીક માટે જ નહીં, પરંતુ દરેક જગ્યાએ શિસ્ત હોવી જરૂરી છે – DIG વિકાસ સહાય
- આજે વડોદરામાં માર્ગ સલામતી રેલીનું આયોજન કરાયું
- હેલ્મેટ સહિત ટ્રાફીકના નિયમો અંગે લોકજાગૃતિનો પ્રયાસ
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાસ ખાસ ઉપસ્થિત રહ્યા
આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ની હાજરીમાં વડોદરા માં માર્ગ સુરક્ષા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી છે. 15, સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ના કાયદાનું કડકાઇ પૂર્વક પાલન કરાવવામાં આવનાર છે. તે પહેલા શહેરવાસીઓને હેલ્મેટ તથા ટ્રાફીકના નિયમો ને લઇને જાગૃત કરવા માટે શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે મીડિયા સાથેની વાતમાં ડીઆઇજીએ કહ્યું કે, 15 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટના નિયમની અમલવારીનું કડકાઇ પૂર્વક પાલન કરાવવાની જાહેરાત પણ કરી છે. તેનું પાલન કરાવવા માંગીએ છીએ, તે દંડ વસુલવા માટે, પરંતુ અમને તમારી અને તમારા પરિવારની ચિંતા છે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, રોડ સલામતી અને ટ્રાફીક સલામતીનો ખાસ સંદેશ વડોદરાવાસીઓને આપવા માંગીએ છીએ. આપણે જાણીએ છીએ કે, રાજ્ય અને દેશમાં રોડ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારની સંખ્યા ચિંતાનજક છે. આ સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય, અને રાજ્યના રોડ પર ટ્રાફીક સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડરના માધ્યમથી શું કરી શકાય, તેની ચિંતા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ કરી રહી છે. તે જ શૃંખલામાં આ જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજની રેલી, હેલ્મેટ પહેરીને કરી છે. રોડ સલામતી, લોકોમાં આપમેળે આ બાબતની જાગૃતતા આવે, અને તમામમાં એક શિસ્ત આવે, આ શિસ્ત માત્ર ટ્રાફીક માટે જ નહીં, પરંતુ દરેક જગ્યાએ શિસ્ત હોવી જરૂરી છે. તેનો અભાવ જોવા મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તમામ લોકોમાં શિસ્ત આવે તે જરૂરી છે. જ્યાં સુધી સ્વશિસ્ત નહીં આવે ત્યાં સુધી ટ્રાફીક સહિતની બાબતોમાં અભાવ જોવા મળશે. લોકો સ્વયંશિસ્તમાં આવે, તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા સુંદર હેલ્મેટ રેલીનું આયોજન કર્યું છે. તેમણે 15 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટના નિયમની અમલવારીનું કડકાઇ પૂર્વક પાલન કરાવવાની જાહેરાત પણ કરી છે. તેનું પાલન કરાવવા માંગીએ છીએ, તે દંડ વસુલવા માટે, પરંતુ અમને તમારી અને તમારા પરિવારની ચિંતા છે. રોડ અકસ્માતની સંખ્યા ઓછી થાય તે માટે હેલ્મેટ તથા અન્ય ટ્રાફીકની બાબતોના પાલન કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.