Vadodara

વડોદરાથી સ્પેશીયલ આસ્થા ટ્રેનમાં અયોધ્યા રામલલ્લાના દર્શન માટે જતા રામભક્તનું મુસાફરી દરમિયાન હૃદય રોગના હુમલા થી મોત

Published

on

કોરોના બાદ યુવાનોમાં આવતા હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા ના રામભક્તો ગતરોજ વડોદરા રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેન મારફતે પાંચ દિવસના રામલલાના દર્શનાર્થે રવાના થયા હતા તે પૈકીના એક રામભગત અયોધ્યા પહોંચી રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ ટ્રેનની મુસાફરી દરમિયાન હ્રદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું તેમનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા સહ મુસાફરોમાં ગમગીની છવાઈ ગઈ હતી


આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજયભરમાંથી અયોધ્યા ભગવાન રામના દર્શન માટે સ્પેશીયલ આસ્થા ટ્રેન ભાજપ દ્વારા દોડાવવામાં આવી રહી છે. ગતરોજ બપોરના સમયે વડોદરા થી પ્રથમ આસ્થા ટ્રેન રવાના થઇ હતી જેમાં શહેરના 1400 રામ ભક્તો વડોદરા થી અયોધ્યા ભગવાન રામના દર્શન માટે પ્રથમ સ્પેશીયલ આસ્થા ટ્રેન માં રવાના થયા હતા જેમાં ટ્રેનમાં સવાર રામભક્ત રમણભાઈ પાટણવાડીયાને મુસાફરી દરમિયાન ગત રાત્રિના સમયે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો ઉપડતા તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું

Advertisement


રમણભાઈ પાટણવાડીયાનું અચાનક હૃદય રોગના હુમલાથી મોત નિપજતા તેમની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ અન્ય રામ ભક્તોમાં શોક ફેલાયો હતો. અયોધ્યા જઈ રહેલા અન્ય રામભક્તોએ સમગ્ર ઘટનાની જાણ વડોદરા ખાતે રમણભાઈ પાટણવાડીયાના પરિવારજનોને કરવામાં આવતા પરિવાજનો રમણભાઈના પાર્થિવ દેહ લેવા મધ્યપ્રદેશના ખંડવા ખાતે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Trending

Exit mobile version