Vadodara

PSIએ ટ્રાન્સજેન્ડરને પોલીસ મથક માંજ લાફો ઝીંકી દેતા, ટ્રાન્સજેન્ડર સમૂહે PSI વિરુદ્ધ ફરિયાદ આપી

Published

on

વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના PSIએ ટ્રાન્સજેન્ડર ને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ PSI વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુજમહુડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે,તેઓના મિત્રની સ્થાનિક બિલ્ડર સાથે બોલાચાલી થઈ છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. સાથીની મદદ કરવા ઉર્વશી કુંવર સહિત અન્ય કાર્યકરો પોલીસ મથકે પહોંચતાં જ PSI બી.જી ભરવાડે તેઓને રોક્યા હતા.

અને એક વાહન પર ત્રણ સવારી કેમ આવ્યા છો તેમ કહીને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને ઉર્વશીકુંવર ને લાફો મારી દીધો હતો. પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે PSI વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને પોલીસ મથકમાં જ ફરિયાદ આપવામાં આવી હતી. લક્ષ્ય ટ્રસ્ટના ટ્રાન્સ જેન્ડર સમૂહ દ્વારા PSI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર સુધી રજુઆત કરવાની તૈયારી દર્શાવાઇ હતી.

Trending

Exit mobile version