સોમનાથથી વડોદરા:બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે વિકાસ કાર્યોની વણઝાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે મોડી રાત્રે જામનગર પહોંચ્યા બાદ, આજે વડાપ્રધાને આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ રચતા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થયા બાદ સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
🗣️વડોદરામાં ‘રાષ્ટ્રહિત’ની હાકલ
વડોદરાના મંચ પરથી વડાપ્રધાને વર્તમાન વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને ઈરાન-પશ્ચિમ એશિયાના તણાવને ધ્યાનમાં રાખીને દેશના 140 કરોડ નાગરિકોને કેટલીક મહત્ત્વની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે:
“જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરો. ખાદ્ય તેલનો વપરાશ ઘટાડો અને ઓફિસોમાં ફરી ‘વર્ક ફ્રોમ હોમ’ની વ્યવસ્થા ગોઠવો. જો આપણે આ નાના ફેરફારો કરીશું, તો રાષ્ટ્રની તાકાત વધશે અને વિકાસમાં કોઈ અવરોધ નહીં આવે.”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરામાં ભવ્ય રોડ શો, શહેરમાં ઉમટ્યો જનસાગર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વડોદરામાં ભવ્ય રોડ શો શરૂ થવા જઈ રહ્યો છે। પીએમ મોદીની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા છે। તમે આ ભવ્ય રોડ શોના લાઈવ દૃશ્યો જોઈ શકો છો, જ્યાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ, વહીવટી તંત્ર અને ભાજપના કાર્યકરો સતત વ્યવસ્થાઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે
👉રાજકીય સ્થિરતા અને વિકાસ
બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતા PM મોદીએ ગુજરાતની જનતાની દૂરદર્શિતાના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગુજરાતે હંમેશા રાજકીય સ્થિરતાને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે જ આજે રાજ્યની અર્થવ્યવસ્થા ગતિશીલ છે.
👉‘સરદારધામ-3’ની મુખ્ય વિશેષતાઓ
વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત આ અત્યાધુનિક સંકુલ માત્ર હોસ્ટેલ નથી, પણ યુવાનોના ઘડતરનું કેન્દ્ર છે.
🧐વહીવટી અને તબીબી સજ્જતા
વડોદરામાં ઉનાળાની આકરી ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ટ્રાન્સપોર્ટ: શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે 300 જેટલી બસો (જેમાં 120 પ્રાઈવેટ લક્ઝરી બસ) ની વ્યવસ્થા કરાઈ.
મેડિકલ ટીમ: ગરમીના કારણે તબિયત બગડે તો તાત્કાલિક સારવાર માટે પાલિકા દ્વારા ખાસ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
🫵વડાપ્રધાને ભાવુક થતા કહ્યું હતું કે, “તમારી વચ્ચે આવીને મને હંમેશા લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું.” આ સાથે જ તેમણે ‘સરદાર ગૌરવ રત્ન’ એવોર્ડ સ્વીકારીને સમાજની સામૂહિક શક્તિને વંદન કર્યા હતા.