Vadodara

વડોદરામાં સત્તાના સંગ્રામનો પ્રારંભ: મેયર પદ માટે 3 દાવેદારો અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 નેતાઓની ભારે ખેંચતાણ

Published

on

  • 69 બેઠકો સાથે ભાજપનો દબદબો: વડોદરા પાલિકામાં ભાજપની સત્તા નિશ્ચિત; હવે પદાધિકારીઓની પસંદગી માટે મંથન શરૂ.
  • મેયર પદની રેસ: SC પુરુષ અનામત બેઠક માટે સમીર વાઘેલા, અજય ડાભી અને ચેતન પરમારના નામ ચર્ચામાં.
  • મલાઈદાર પદ માટે ખેંચતાણ: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે નીતિન દોંગા, અજિત દધીચ સહિત ૫ નેતાઓ મેદાનમાં.
  • સંગઠન કે સંઘ? કોણ બનશે વડોદરાના નવા પદાધિકારીઓ; આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ ફૂંકી-ફૂંકીને પગલાં ભરશે.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો એકહથ્થુ વિજય થતા હવે શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન કોણ બનશે? તે ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ SC પુરુષ અનામત હોવાથી આ પદ માટેના દાવેદારોમાં વોર્ડ-12ના સમીર વાઘેલા, વોર્ડ-8 ના અજય ડાભી અને વોર્ડ-18 ના ચેતન પરમારના નામ મુખ્ય રીતે ચર્ચાઈ રહ્યા છે. ત્રણેય ઉમેદવારો સંગઠન અને પૂર્વ પદાધિકારીઓના નજીકના હોવાનું મનાય છે.

🧐સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કાંટાની ટક્કર:

પાલિકાનું સૌથી મહત્વનું અને મલાઈદાર ગણાતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે હાલ પાંચ દિગ્ગજો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

  • નીતિન દોંગા: ગત ટર્મમાં ઇન્ચાર્જ ચેરમેન રહ્યા હોવાથી અગ્રીમ હરોળમાં.
  • અજિત દધીચ: મંત્રી મનીષા વકીલના અંગત હોવાથી ત્રીજી ટર્મમાં પ્રબળ દાવેદારી.
  • ઉપેન્દ્ર પ્રજાપતિ: બિનહરીફ વિજેતા બન્યા હોવાનો લાભ મળી શકે છે.
  • શ્રીરંગ આયરે: સૌથી વધુ લીડથી જીત અને અગાઉના સ્થાયી સમિતિના અનુભવને કારણે દાવેદારી મજબૂત.

સંગઠન કે સંઘની મહોર?

ચેરમેન પદ માટે રેસમાં રહેલા નેતાઓ ડેપ્યુટી મેયર પદ માટે પણ સજ્જ જોવા મળી રહ્યા છે. જોકે, ભાજપ હવે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એવી પસંદગી કરવા માંગે છે કે જે લોકોમાં હકારાત્મક સંદેશ આપે. સંગઠન કે સંઘ – કોની મહોર નવા પદાધિકારીઓ પર લાગશે? તે અંગે ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

🫵વડોદરાના વિકાસને ગતિ આપવા માટે સક્ષમ અને અનુભવી નેતાઓની જરૂર છે. આગામી સમયમાં જ સ્પષ્ટ થશે કે વડોદરાનું સુકાન કોના હાથમાં જશે.

Trending

Exit mobile version