Padra

બે માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર દીકરીથી પિતાના કડવા વેણ સહન ન થતાં ફાંસો ખાઇ લીધો

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પીપળી ગામમાં રહેલી યુવતીએ બે માસ અગાઉ ડબકા ગામ માં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કરતા યુવતી થી નારાજ પરિવારે દીકરીના લગ્ન સ્વિકારી લઇ માફ કરવાને બદલે કહ્યું ફોન પર દીકરીના પિતાએ દીકરીને તુ આખી જિંદગી ત્યાંજ જીવી લેજે તેમ જણાવતા પિતાના કડવા વેણ સહન ન થતાં દીકરીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

આંતર જ્ઞાતી હોવાથી પરિવારજનો પ્રેમ લગ્નની મંજૂરી નહિં આપે તેવો તેઓને ડર થી પાદરા તાલુકાના પીપળી ગામ રહેતી 19 વર્ષિય પ્રવિણા જાદવે ડબકા ગામમાં કબિર ટેકરી ફળિયામાં રહેતા પ્રેમી રાજુ ઉર્ફ કલો ગોહિલ સાથે તા.12 મેં ના રોજ ઘરે થી ભાગીને રજિસ્ટર લગ્ન કર્યા હતા અને પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ પ્રવિણા પતિ રાજુ ઉર્ફ કલો ગોહિલની સાથે સાસરી ડબકામાં રહેતી હતી

Advertisement

પ્રેમ લગ્ન કરનાર પ્રવિણાને વિચાર્યું હતું કે લગ્નના બે માસ જેટલો સમય વિતી ગયો છે જેથી પરિવારજનોનો ગુસ્સો શાંત થઇ ગયો હશે જેથી પ્રવીણાએ તેના પિતાને ફોન કર્યો પરંતુ પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો અને પિતાએ દીકરીને માફ કરવાને બદલે ફોન ઉપર જણાવ્યું કે, તુ આખી જિંદગી ત્યાંજ જીવી લેજે પ્રવીણાને અનુમાન ન હતું કે પિતા તરફથી આવો જવાબ મળશે જેથી પ્રવીણા મનોમન દુઃખી થઇ ગઇ હતી

દરમિયાન શુક્રવારે બપોરના સમયે પતિ રાજુ ઉર્ફ કલો ગામની સીમમાં કુદરતી હાઝતે ગયો તે દરમિયાન પિતાના જવાબ થી દુઃખી પ્રવિણાએ ઘરમાંજ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો હતો કુદરતી હાઝતેથી પરત ફરેલા પતિએ બે માસનો સાથ આપી વિદાય લઇ લેનાર પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પતિએ રોકકડ શરૂ કરી દીધી હતી બે માસમાંજ વિધુર બનેલા રાજુ ઉર્ફ કલોના રડવાનો અવાજ સાંભળી ફળિયાના લોકો એકઠા થઇ ગયા હતા

ઘટના અંગેની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડું પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દેવલભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રવીણાના મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version