Vadodara

ગોત્રીની બહુમુલી જમીનમાં બોગસ વેચાણ બાનાખત બનાવનાર બિલ્ડર ભુપેન્દ્ર શાહ- ટીના વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Published

on

  • મિત્રતામાં કરી આપેલા કુલમુખત્યાર બાદ મિત્રએ જ વિશ્વાસઘાત કર્યો
  • ટાઈટલ ક્લીયર કરવા માટેના કુલમુખત્યાર બાદ જમીન ડેવલોપમેન્ટ માટે અન્ય બિલ્ડરને આપતા ખેલ રચાયો
  • અન્ય બિલ્ડર સાથે ડેવલોપમેન્ટ કરાર થતા જ ભુપેન્દ્ર શાહ ટીનાએ બોગસ સહીઓ કરીને વેચાણ બાનાખત ઉભો કર્યો
  • મૂળ જમીન માલિક વિરુદ્ધ 2014માં ભુપેન્દ્ર શાહે ગોત્રી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી
  • બોગસ બાનાખતમાં કરેલી સહીઓનો FSL રીપોર્ટ આવતા ગુન્હો નોંઘાયો

વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે બોગસ બાનાખત ઉભું કરીને દાવો દાખલ કરીને કરોડોની જમીન પચાવી પાડવા બાબતની ફરિયાદ નોંધાઈ છે. મિત્રતામાં કરી આપેલા કુલમુખત્યારનો ઉપયોગ કરીને બિલ્ડર દ્વારા ખોટા બાનાખત કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવતા પોલીસ કમિશ્નર દ્વારા ગુન્હો દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 249 અને 292 વાળી આશરે 21 હજાર ચોરસ મીટર જમીન ફરિયાદી દિલીપભાઈ ભગવાનદાસ સોની અને તેમના ભાઈઓએ સંયુક્ત રીતે મૂળ જમીન માલિક ભરતભાઈ મોહનભાઈ પટેલ અને અન્ય 16 ખાતેદારો પાસેથી વર્ષ 2000માં ખરીદી હતી. આ જમીનની ખરીદી બાદ બિનખેતીના હુકમ સમયે ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ હરિભાઈ મેરાભાઈ ભરવાડ દ્વારા જમીનના મૂળ માલિક વિરુદ્ધ દાવો રજુ કર્યો હતો. જે દાવાના નિકાલ માટે ફરિયાદી દિલીપભાઈએ તેમના મિત્ર ભુપેન્દ્ર શાંતિલાલ શાહને કુલમુખત્યાર કરી આપેલું હતું.

વર્ષ 2011માં કરી આપેલા કુલમુખત્યાર બાદ દાવો કરનાર ઉપેન્દ્ર પટેલ અને વિરુદ્ધ ભુપેન્દ્ર શાહ ફરિયાદી તરફે રજુ થયા હતા. જે કિસ્સામાં જે કિસ્સામાં બોગસ દસ્તાવેજોના આધારે ગુન્હાહિત કૃત્ય કરવા બદલ દાવો કરનાર ઉપેન્દ્ર પટેલ વિરુદ્ધ વર્ષ 2013માં ગુન્હો પણ નોંધાયેલો હતો.

આ નોંધાયેલા ગુન્હામાં ફરિયાદી તરફે કુલમુખત્યાર તરીકે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ હતા. જે બાદ અન્ય દાવો કરનાર હરિભાઈ ભરવાડએ કોર્ટમાં ફી ભરી ન હોવાથી દાવો રદ્દ થયો હતો. ફરિયાદી જમીનમાલિકે મિત્રતામાં પોતાની જમીનના ટાઈટલ ક્લીયર કરી આપવા માટે કરી આપેલા કુલમુખત્યારબાદ ભુપેન્દ્ર શાહે વકીલ નલીન પટેલ મારફતે ટાઈટલ ક્લીયર પણ કરી આપેલ હતું. થોડા સમય બાદ જમીન માલિક ફરિયાદીએ કસાટા હોમ ટેક પ્રા. લિ સાથે ડેવલોપમેન્ટ કરાર કર્યા હતા. જ્યાં ઉપરોક્ત બંને રેવન્યુ સર્વે નંબરની જમીનોને ડેવલોપ કરવા માટે કંપની સાથે ડેવલોપમેન્ટ કરાર વર્ષ 2013માં કરવામાં આવ્યા હતા.

અન્ય બિલ્ડર સાથે ડેવલોપમેન્ટ કરાર થયા બાદ જે વ્યક્તિ ભુપેન્દ્ર શાહને કુલમુખત્યાર આપવામાં આવ્યું હતું . તેઓએ તેમના ભાગીદાર માયુરીકાબેન પટેલ સાથે મળીને માત્ર 470 રૂ. ફૂટના ભાવે જમીન વેચાણ આપી હોવાનું તેમજ અત્યાર સુધી દાવો રદ્દ કરાવવા માટે થયેલ ખર્ચના 75 લાખ મજરે આપી હોવાનું વેચાણ બનાખત કરીને ફરિયાદીના નામની ખોટી સહીઓ કરીને દસ્તાવેજો ઉભા કરાવ્યા હતા. જે બાદ ફરિયાદી વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ વર્ષ 2014માં દાખલ કરાવી હતી. જે FIR સામે ફરિયાદી દિલીપભાઈ સોનીએ હાઈકોર્ટના દ્વાર દ્વાર ખખડાવ્યા હતા.

બીજી તરફ બોગસ બાનાખતમાં ફરિયાદીના નામની ખોટી સહી કરીને ઉભા કરેલા દસ્તાવેજો મામલે સરકારી હસ્તાક્ષર નિષ્ણાંત પાસે દસ્તાવેજોમાં કરવામાં આવેલી સહીની ચકાસણી માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવતા ભુપેન્દ્ર શાહ પાસેના વેચાણ બાનાખતમાં ફરિયાદીની ડુપ્લીકેટ સહીઓ કરી હોવાનો FSL રીપોર્ટ આવતા ગોત્રી પોલીસ મથકે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ ઉર્ફે ટીનાભાઈ, મયુરિકાબેન પ્રવીણભાઈ પટેલ, વિજય ડી. પંચાલ અને પી.કે મોરે વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Trending

Exit mobile version