Vadodara

રાજ્યના 9000 TRB જવાનો પૈકી 6400 જવાનોને 31 માર્ચ સુધી છુટ્ટા કરી દેવાનો આદેશ

Published

on

રાજ્યમાં વિવિધ મહાનગરોમાં ભરતી કરેલા ટ્રાફિક બ્રિગેડના માનદ સભ્યોની નિમણુંક રદ્દ કરવાની જાહેરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં લગભગ 6400 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને 30 નવેમ્બર અને 30 ડિસેમ્બર સુધી ઘરભેગા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં 9000થી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનોની સેવા લેવામાં આવે છે. જેના બદલામાં તેઓને માનદ વેતન પણ ચૂકવાય છે. કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનોએ 10 વર્ષ સુધી ફરજ બજાવી છે. જ્યારે કેટલાકે 5 વર્ષ અને 3 વર્ષ સુધી ફરજ બજાવી છે. આવા જવાનોને વહીવટી કારણોસર છુટ્ટા કરવાનો આદેશ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે લાભ પાંચમના દિવસે કરી દીધો છે.

Advertisement

રાજ્યમાં 1100 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો 10 વર્ષોથી ફરજ બજાવે છે. જેઓને 30 નવેમ્બર સુધીમાં ફરજમુક્ત કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે 3000 ટ્રાફિકબ્રિગેડના જવાનો 5 વર્ષોથી ફરજ બજાવે છે તેઓને 31 ડિસેમ્બર સુધીમાં ફરજ પરથી મુક્ત કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે 2300 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો 3 વર્ષથી ફરજ બજાવે છે તેઓને 31 માર્ચ સુધી ફરજ પરથી મુક્ત કારવાના આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યભરમાં આવનાર 4 મહિનામાં 6400 જેટલા ટ્રાફિકબ્રિગેડના જવાનોને એક સાથે છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. ટ્રાફિક નિયમનની મોટા ભાગની જવાબદારી ટ્રાફિકબ્રિગેડના જવાનોને સોંપવામાં આવે છે. રાજ્યના કુલ 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો માંથી 6400 જવાનોને છુટ્ટા કરવાના આદેશ બાદ જગ્યા ભરવામાં આવશે કે કેમ તેના ઉપર સવાલો ઉભા થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version