સયાજીપુરા પ્લોટ ડીલમાં 1.52 કરોડની ટ્રાન્ઝેક્શન
2019માં રજનીભાઇ દેસાઇને વેચાણ – પાવર ઓફ એટર્ની પણ આપવામાં આવી
- મૂળ માલિક–વારસદારોનો “અન્ય વ્યક્તિ” સાથે સમજૂતી કરાર
- બાપોદ પોલીસમાં ફરિયાદ – ગુનો દાખલ
- અગાઉ પણ બોગસ POA અંગે ફરિયાદ નોંધાઈ ચૂકી છે
વડોદરાના સયાજીપુરાની જમીન ડીલમાં “ડબલ એગ્રીમેન્ટ”ના નવા એંગલ સામે આવ્યા બાદ બાપોદ પોલીસ એ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૂળ જમીન માલિકોએ પહેલેથી વર્ષ–2019માં જ રજનીભાઇ જીવરાજભાઇ દેસાઇને 1.52 કરોડમાં જમીન વેચાણ કરી આપી હતી અને વહીવટી પ્રક્રિયા માટે તેમને પાવર ઓફ એટર્ની પણ આપવામાં આવી હતી.
પરંતુ બાદમાં એ જ જમીન સંબંધિત સમજૂતી કરાર “અન્ય” વ્યક્તિ – પ્રશાંત દેસાઇના પક્ષમાં બનાવી આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. જેના કારણે જમીન લે–વેચનો વ્યવસાય કરતા શાહીદહુસેન અમીરમીંયા સિન્ધી (રહે. તાંદલજા ‘ઝમઝમ પાર્ક’)એ આ પ્રકરણમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફ્રોડમાં સંડોવણીના આરોપ સાથે મૂળ માલિકો અને તેમના વારસદારોના કુલ 8 નામો આ કાર્યવાહી હેઠળ આવે છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકરણમાં પ્રશાંત દેસાઇ ઉપર બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાનો આરોપ મૂળ માલિકો તરફથી અગાઉ પણ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
હવે પોલીસે તમામ દસ્તાવેજો, કરાર અને પાવર ઓફ એટર્નીના મૂળ રેકોર્ડનું વેરીફિકેશન શરૂ કર્યું છે અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલશે.