Vadodara

જીલ્લા ભાજપ અધ્યક્ષની રેસમાં નવા દાવેદારની એન્ટ્રી, જીલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારી બની શકે છે જીલ્લા ભાજપ અધ્યક્ષ!

Published

on

  • વડોદરા જીલ્લામાં નીર્વીવાદિત છબી ધરાવતા ગોપાલ રબારીનું નામ જીલ્લા અધ્યક્ષ તરીકે જાહેર થાય તેવી ચર્ચા
  • જીલ્લામાં OBC ચહેરામાં સૌથી પ્રભાવશાળી અને સીધા નરેન્દ્રભાઈ મોદીના સંપર્કમાં રહેતા ગોપાલભાઈ રબારી જીલ્લા પ્રમુખ બની શકે!

વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષના નવા નામની જાહેરાતને ઘણો વિલંબ થઇ ગયો છે. જોકે હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ પદ માટે OBC ચહેરાની પસંદગી થશે તેવી ચર્ચાએ જોર પકડતાની સાથે જ OBC શ્રેણીના નેતાઓએ ગોડફાધરોની પગચંપી શરુ કરી દીધી છે. કેટલાક OBC નેતાઓ તો જીલ્લાના આગેવાનો ઓ સાથે લોબિંગ કરાવવા માટે પ્રદેશમાં ફોન કરાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં અનેક સ્થાનિક નેતાઓએ કમલમના ચક્કર કાપવાનું શરુ કર્યું છે.


OBC શ્રેણીમાં પ્રભાવશાળી નેતાઓની ખુબ ટૂંકી યાદી છે. જેમાં જીલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારીનું નામ સૌથી અવ્વલ નંબરે આવે છે. રબારી સમાજના આગેવાન ટીમ પ્રદેશ નૈતૃત્વ સાથે ખુબ સારા સંપર્ક ધરાવનાર તેમજ જીલ્લાના અનેક નેતાઓની કારકિર્દી બનાવનાર અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા ગોપાલભાઈ રબારીને જીલ્લા ભાજપ અધ્યક્ષ પદ મળે તેવી મજબુત સંભાવના સેવાઈ રહી છે.


મહત્વનું છે કે, જીલ્લામાં ખુબ ઓછા નેતાઓએ છે કે જેઓ સીધા PMOના સંપર્કમાં હોય ! જેમાં ગોપાલભાઈ રબારીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષા કે રાજ્ય કક્ષાના નેતાઓ વડોદરા આવે એટલે ગોપાલભાઈ રબારીની મુલાકાત અવશ્ય કરતા હોય છે. અને તેઓના નામ માટે કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્યને વિરોધ હોય શકે નહિ! જીલ્લા ભાજપમાં OBC પ્રમુખ મળે તો ગોપાલભાઈ રબારી તે પદ માટે મજબુત દાવેદાર છે. તેઓના નામની ટુંક સમયમાં જાહેરાત થશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે!

Advertisement

Trending

Exit mobile version