મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સક્રિય ડીઝલ ચોર ગેંગ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અગાઉ ઝડપાયેલી સાવલીની ગેંગના વધુ ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
📍ઘટનાની વિગત:
કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી વાહનોમાંથી ડીઝલ ચોરીના બનાવો વધી રહ્યા હતા. ગત તારીખ 2 ના રોજ રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના એક ટેન્કરમાંથી 70 લીટર ડીઝલની ચોરી થઈ હતી, જે અંગે હેમારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
👮પોલીસની કાર્યવાહી:
આ ગુનાની તપાસમાં એક મહિના અગાઉ સાવલી તાલુકાની ગેંગના ચાર આરોપીઓ પકડાયા હતા. જોકે, આ નેટવર્કમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. ‘પેરલ ફ્લો સ્કોર્ડ’ના સ્ટાફે બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમને કરજણ પોલીસને સુપ્રત કર્યા છે.
🚨પકડાયેલા આરોપીઓના નામ:
- વિજય ફતેસિંહ સોલંકી (રહે. અમરાપુર, તા. સાવલી)
- વિજય વનરાજભાઈ પરમાર (રહે. કોટલીંડોળા, તા. ઠાસરા, જિ. ખેડા)
- અંકિત નરવતસિંહ ચાવડા (રહે. કોટલીંડોળા, તા. ઠાસરા, જિ. ખેડા)
👉હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગ અન્ય કેટલાય વાહનોને નિશાન બનાવી ચૂકી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.