Madhya Gujarat

શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલની બાલ્કની એકાએક તૂટી પડી,એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત: શાળા ઇમારતની મજબૂતી પર પ્રશ્નાર્થ

Published

on

શહેરના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય માં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. શાાના નીચેના ભાગે સાયકલ પાર્ક કરીને વિદ્યાર્થી અંદર આવે તે પહેલવા જ તેના પર છતનો ભાગ પડ્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું શાળા સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

હરણી બોટકાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ઠેર ઠેર ચેકીંગ કરવામાં આવ્યું હતું. છતાં અકસ્માતની ઘટના અટકી નથી. આજે ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયમાં છતનો એક ભાગ તુટી પડવાની ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે. અને 6 – 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બાળકોને વાલીઓને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે શાળાઓમાં સઘન સેફ્ટી ચેકીંગ હાથ ધરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

ફાયર અધિકારી જણાવે છે કે, ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે, નારાયણ વિદ્યાલયમાં પાછળની દિવાલ ઘસી પડી છે. અમે અહિંયા આવ્યા ત્યારે જોયું કે એક છોકરો ઇજાગ્રસ્ત થયો છે. અને તેને 2 – 4 ટાંકા આવ્યા છે. લોબીનો ભાગ પડ્યો છે. બાલ્કનીની અંદર અને બહારનો ભાગ ધરાશાયી થયો છે. આ કાટમાળમાં 5 – 7 જેટલી સાયકલો દબાઇ ગઇ છે.

કોર્પોરેટર અલકાબેને જણાવ્યું કે, આ બાબત ગંભીર છે. મેં અત્યારે ટીચર જોડે વાત કરી, તેમને પુછ્યું કે જર્જરિત હતું, તો તેમણે ના પાડી. મેં પુછ્યું કે શું રિનોવેશન ચાલે છે, તેમણે હા કહ્યું. હાલમાં બારીઓમાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જ્યાં જર્જરિત હતું ત્યાં કામ કરવાની જરૂર હતી. તેમને રિનોવેશન કરવા માટે જણાવ્યા છતાં તેમણે કરાવ્યું ન્હતું. જો બાળકો ક્લાસરૂમમાં હોત અને કોઇ મોટી દુર્ઘટના થઇ હોત તો તેના માટે જવાબદાર કોણ !

ACP પલસાણા જણાવે છે કે, કંટ્રોલમાં નારાયણ સ્કુલમાં ત્યાં ગેલેરીનો ભાગ ધરાશાયી થયાની હકીકત હતી. એક બાળકને માથાના ભાગે ટાંકા આવ્યા છે. બીજા કોઇને કોઇ ઇજા નથી. જે ભાગ ધરાશાયી થયો ત્યાં સાયકલનું પાર્કિંગ હતું. બાળકો સાયકલ લેવા માટે ગયેલા, ત્યારે આ ઘટના બની છે. અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ વધુ નક્કી કરી શકાશે, જે કોઇ જવાબદાર ઠરશે તો તેવી સામે કાર્યવાહી કરવામાં આવશે.

સેકન્ડરી વિભાગના શિક્ષક ધર્મેશ શાહ જણાવે છે કે, આ ઘટના 12 – 30 ની છે. અમારી પાસે જરૂરી બધાય સર્ટીફીકેટ છે. દિવાલ બરાબર હતી, વરસાદમાં દિવાલમાં ભેજના કારણે દિવાલ પડી હોઇ શકે છે. એક છોકરાને વાગ્યું છે. તે વખતે રીસેશનો સમય હતો, ક્લાસમાં કોઇ છોકરા ન્હતા. જે ભાગ પડ્યો છે, તે મોર્નિંગ શિફ્ટનો હતો. છુટવાના સમયે આ ઘટના બની હતી.

પ્રિન્સીપાલ રૂપલબેન શાહ જણાવે છે કે, આ બનાવ 12 – 30 નો છે. તે વખતે અમે ઓફીસમાં હતા. બાળકો નીચે હતા. અને અચાનક આ ઘટના બની છે. અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં ગયા હતા. બાળકને માથામાં ટાંકા આવ્યા છે. બાળકનું નામ સુથાર ધૈર્ય છે. બાળક નીચે હતું. અમારૂ બિલ્ડીંગ 2001 થી બનેલું છે. આવું પડશે તેનો કોઇ અંદાજ ન્હતો.

Advertisement

Trending

Exit mobile version