- અનગઢ અને સાંકરદા ગામમાં દેશી શરાબના ભટ્ઠાઓ પર મોટી કાર્યવાહી
- વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું
વડોદરા શહેરના નંદેસરી પોલીસે ગતરોજ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધાર્યું હતું. જ્યાં વિસ્તારમાં ધમધમી રહેલા દેશી શરાબના અડ્ડાઓનો નાશ કરીને કેમિકલના ગોડાઉનની ચકાસણી કરવમાં આવી હતી.
શહેર નજીકના અનેક ગામડાઓને આવરી લેતા નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં ગત રોજ પી.આઈ એસ.જે પંડ્યાની આગેવાનીમાં વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રોહીબીશન અને જુગારની અસામાજિક પ્રવૃતિઓ શોધી કાઢવા માટે તપાસ શરુ કરવામાં આવી હતી. નંદેસરી પોલીસે અનગઢ ગામ તેમજ સાંકરદા ગામે હાથ ધરેલા કોમ્બિંગમાં ચાર જેટલા દેશી શરાબના ભટ્ઠા મળી આવ્યા હતા. જેનો નાશ કરીને શરાબના ભટ્ઠા ચલાવનાર અસામાજિક તત્વો સામે ગુન્હો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી .
આ સાથે વિસ્તારમાં આવેલા ગોડાઉન પર પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ગોડાઉનમાં મુકેલા કેમિકલને રાખવાની પરવાનગી લીધી છે કે કેમ તેની પણ ખાસ ચકાસણી કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન વિસ્તારના 4 જેટલા હિસ્ટ્રીશીટરની ગતિવિધિઓ પણ તપાસવામાં આવી હતી.