રહસ્યમય મૃ*તદેહ મળ્યો:સોમાતળાવની ત્રિશા શિવાંતા સાઇટ પરથી ભીખુ નામના મજૂરનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો.
રાત્રે પરત ન ફર્યો:યુવક ગઈકાલે સાથીદારો સાથે બહાર ગયા બાદ રૂમ પર પાછો ફર્યો ન હતો, જેની સવારે ભાળ મળી.
કપુરાઈ પોલીસની તપાસ:ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને SSG હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી.
પરિવારમાં શોક:મૂળ ઉત્તરપ્રદેશના અને બે બાળકોના પિતા એવા શ્રમિકના શંકાસ્પદ મૃત્યુથી પરિવારમાં ભારે આક્રંદ ફેલાયો છે.
વડોદરા શહેરના સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલી એસએસવી સ્કૂલની સામે સ્થિત ત્રિશા શિવાંતા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એક મજૂરનો રહસ્યમય સંજોગોમાં મૃ*તદેહ મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક કામદારો અને રહીશોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને પરિણીત તેમજ બે બાળકોનો પિતા એવો ભીખુ નામનો કર્મચારી ગત રોજ રજા પર હતો. તે પોતાના સાથી કર્મચારીઓ સાથે જમવાનું બનાવીને બહાર નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પોતાના રૂમ પર પાછો ફર્યો ન હતો. આજ રોજ સવારે જ્યારે અન્ય મજૂરો અને કર્મચારીઓ કામ માટે સાઇટ પર પહોંચ્યા, ત્યારે ભીખુ શંકાસ્પદ હાલતમાં મૃ*ત અવસ્થામાં મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંદાજે ૩ થી ૪ કલાક બાદ કપુરાઈ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ કપુરાઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકનો મૃ*તદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ યુવકનું મો*ત કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈ ઘાતકી અપરાધ છે તે તમામ દિશાઓમાં પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.