Vadodara

માતા બની ડાકણ! ભાજપ અગ્રણીની પત્નીના પ્રેમ પ્રકરણનું પુત્રએ કર્યું વીડિયો શૂટિંગ, પોલ ખુલતા જ પુત્ર પર ગુજાર્યો સિતમ

Published

on

  • અનૈતિક સંબંધોનો ભોગ બન્યો સગીર: હરણી વિસ્તારમાં માતા અને તેના કથિત પ્રેમીએ પોતાના જ 14 વર્ષના પુત્ર પર ગુજાર્યો સિતમ.
  • ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ બન્યું કારણ: સગીરે માતાના પ્રેમ સંબંધોની પોલ ખોલતા પુરાવા રેકોર્ડ કરતા જ માતા અને પ્રેમી આપા ખોયો.
  • મોટો ખુલાસો: રહસ્ય છુપાવવા માસૂમ પુત્રને ઓરડામાં પૂરી રાખી ધમકીઓ અપાઈ અને માર મારવામાં આવ્યો.
  • રાજકીય કનેક્શન: બહાર ગયેલા ભાજપ કાર્યકરની ગેરહાજરીમાં પત્નીએ ચલાવ્યું પ્રેમ પ્રકરણ; પુત્રની હિંમતથી મામલો પોલીસ મથકે પહોંચ્યો.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના હરણી રોડ વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક સગીર વયના પુત્રએ પોતાની જ સગા જનની અને તેના કથિત પ્રેમીના અત્યાચાર સામે અવાજ ઉઠાવી હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

🧐પિતાની ગેરહાજરીમાં પ્રેમ પ્રકરણ:

મળતી માહિતી મુજબ, હરણી વિસ્તારની એક સોસાયટીમાં ભાજપના એક સક્રિય કાર્યકર પોતાના પરિવાર સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી આ ભાજપ કાર્યકર કોઈ કામસર બહારગામ અથવા ઘરથી દૂર છે. તેમની ગેરહાજરીમાં તેમની પત્ની ઘર નજીકના જ એક અન્ય પુરુષના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાની લોકચર્ચા છે.

🤨પુત્રએ પુરાવા પકડ્યા ને શરૂ થયો અત્યાચાર:

આ અનૈતિક સંબંધોની જાણ ઘરમાં રહેતા સગીર વયના પુત્રને થઈ ગઈ હતી. માસૂમ પુત્રએ પોતાની માતા અને તેના કથિત પ્રેમીની શંકાસ્પદ હિલચાલ તેમજ વાતોનું પોતાના મોબાઈલમાં ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. જેવી આ વાતની ખબર માતા અને તેના પ્રેમીને પડી કે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પુરાવાઓ ડિલીટ કરાવવા અને મોઢું બંધ રાખવા માટે સગા પુત્ર પર કુદરત રૂઠી હોય તેમ અત્યાચાર શરૂ કરાયો હતો.

⚠️ગોંધી રાખીને માર માર્યો:

સગીર પુત્રનો આક્ષેપ છે કે તેને ઘરમાં બંધ કરી, ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. માતાના આ રાક્ષસી સ્વરૂપ અને પ્રેમીના ત્રાસથી કંટાળીને આખરે સગીર પુત્ર હિંમત કરીને હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આપવીતી સંભળાવી હતી.

👮પોલીસ કાર્યવાહી:

માસૂમ બાળકની ફરિયાદની ગંભીરતાને જોઈને હરણી પોલીસે તાત્કાલિક ધોરણે સગીરની માતા અને તેના કથિત પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીર પાસે રહેલા ડિજિટલ પુરાવાઓ કબજે કરવાની તજવીજ પણ શરૂ કરી છે.

🫵પૈસા, પાવર અને પ્રેમની અંધાધૂંધીમાં એક માતા એટલી હદે અંધ બની ગઈ કે તેને પોતાના જ લોહી પર દયા ન આવી. હાલ આ મામલે હરણી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Trending

Exit mobile version