Connect with us

Vadodara

AATAPI વન્ડરલેન્ડને 5 મહિના માટે બંધ કરવામાં આવતા પાલિકાના નિર્ણયને સંચાલન કરતી એજન્સીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો

Published

on

રાજ્યના સૌથી મોટા એમ્યુઝમેન્ટ પાર્ક તરીકે ઓળખાતા આજવા ખાતેનું AATAPI વન્ડરલેન્ડને લગભગ પાંચ મહિના માટે બંધ કરવામાં આવતા આ કેસમાં પાર્કનું નિર્માણ કરનાર અને તેનું સંચાલન કરતી એજન્સીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.

Advertisement

રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ  ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહીત વિવિધ ફન પાર્કમાં તપાસ હાથ ધરવામાં આવી. જોકે, આ બધા વચ્ચે VMC દ્વારા આજવા ખાતેનું AATAPI વન્ડરલેન્ડને અલગ-અલગ વૈધાનિક પાલન અંગેના દસ્તાવેજો સબમિટ ન થાય ત્યાં સુધી કામગીરી રોકવા માટે નોટિસ જારી કરવામાં આવ્યા બાદ નવેમ્બર 2023માં એમ્યુઝમેન્ટ પાર્કને પ્રથમ કામગીરી બંધ કરવી પડી હતી. ફન પાર્ક સાર્વજનિક-ખાનગી ભાગીદારી મોડ પર ક્યુબ કન્સ્ટ્રક્શન, વીએમસી અને ગુજરાત ટુરિઝમ સહયોગી તરીકે સંચાલિત છે. અને આ પહેલા પણ, પાર્કને 2018માં કામગીરી શરૂ કરી ત્યારથી વિવિધ મુદ્દાઓ પર નોટિસ આપવામાં આવી હતી.

Advertisement

VMC ફાયર વિભાગ, વિદ્યુત નિરીક્ષક, માર્ગ અને મકાન વિભાગ, વીમો, પોલીસ અને ખાદ્ય સુરક્ષાના નો-ઓબ્જેક્શન પ્રમાણપત્રોનો સમાવેશ થાય તેવા અનુપાલન ઇચ્છે છે. આ અગાઉ નાણાકીય બાબતોને લગતા કેટલાક મુદ્દાઓ પણ VMC દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે ફન વર્લ્ડે તમામ કમ્પ્લાયન્સને પૂર્ણ કર્યા પછી કામગીરી ફરી શરૂ કરી, તેને પણ ડિસેમ્બરમાં ફરીથી નોટિસ આપવામાં આવી.

મહત્વનું છે કે, નવેમ્બર 2023માં ઉદ્યાનો અને બગીચાઓના ડિરેક્ટરની નોટિસ પછી AATAPI વન્ડરલેન્ડને બંધ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બરમાં નોટિસ VMC કમિશનર દ્વારા જારી કરવામાં આવી હતી. કારણ કે ઘણા પાસાઓની કાળજી લેવામાં આવી ન હતી. મોટા ઉલ્લંઘનો ઉપરાંત તપાસ કરતા એવું પ્રકાશમાં આવ્યું હતું કે કેટલીક રાઇડ્સમાં કાટ લાગી ગયો હતો અને તે સલામત ન હોઈ શકે. જેના કારણે AATAPI વન્ડરલેન્ડને બંધ કરવામાં આવ્યું હતું.

Advertisement

Vadodara3 days ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara3 days ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara3 days ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Vadodara4 days ago

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Vadodara5 days ago

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Vadodara6 days ago

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં આજે મ્યુનિસિપલ કમિશ્નરે કલ્યાણ નગર તરફ કમીગીરીનું નિરીક્ષણ કર્યું

Vadodara6 days ago

ST ડેપોમાં મુસાફરનું દાગીના ભરેલું પર્સ ચોરી કરનાર મહિલા દાહોદથી ઝડપાઇ

Vadodara1 week ago

નવાયાર્ડ વિસ્તારમાં PCR વાન પર હુમલો, કાંચ તોડનાર હુમલાખોર ઝડપાયો

Trending