Karjan-Shinor

તસ્કરો વકીલના બંધ મકાનમાં હાથફેરો કરી 3.10 લાખની ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Published

on

વડોદરા શહેર -જિલ્લામાં તસ્કરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે. તસ્કરોમાં પોલીસનો કોઈ ખોફના રહ્યો હોય તેમ બેખોફ થઇ પોલીસને પડકાર ફેંકાતા રોજબરોજ અનેક ચોરીની વારદાતને અંજામ આપી પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. બેખોફ બનેલ તસ્કરો ઠડીનું જોર વધતા સક્રિય બન્યા છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવા બજાર વિસ્તારમાં આવેલ એન્જલ રેસીડન્સીમાં રહેતા અને વકીલાતનાવ્યવસાય સાથે સંકડાયેલ વકીલ પરિવાર સાથે વડગામ ગામ ખાતે ફુવા સસરાની પુત્રીને ત્યાં પ્રથમ સંતાન પ્રાપ્તી થતા મળવા ગયા હતા અને તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સાસુંએ જમાઈને મુકવા આપેલ નવ તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રકમ સહીત રૂ. 3.10 લાખની માલમતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવા બજાર વિસ્તારમાં આવેલ એન્જલ રેસીડન્સીમાં રહેતા અને કરજણ કોર્ટમા છેલ્લા 7 વર્ષથી વકીલાત કરતા 33 વર્ષીય અનીલભાઈ ભગુભાઈ વસાવા ગત તા. 24 ડિસેમ્બરના રોજ વડગામ ગામ ખાતે રહેતા ફુવા સસરાની પુત્રીના ઘરે પહેલુ સંતાન થયેલ હોય અનિલભાઈ મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવાર સાથે વડગામ ખાતે ફુવા સસરાની પુત્રીને મળવા ગયા હતા અને રાત્રીના વડગામ ખાતે રોકાઈ બીજા દિવસે કરજણ ખાતે ઘરે પરત ફરતા ઘરની આગળની સ્લાઈડીંગ બારીનું લોક તૂટેલું જોઈ પરિવાર ચોકી ઉઠ્યો હતો

ઘરમાં જઈ તપાસ કરતા બેડરૂમના દરવાજા ખુલ્લા હતા અને તમામ સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો. તેમજ બેડરૂમમાં મુકેલ તીજોરીના દરવાજા ખુલ્લા હતા અને લોકરો તોડી નાખેલ હતા તિજોરીમાં તપાસ કરતા અનિલભાઈના સાસું એ તેમના ઘરનું રીનોવેશન કામ ચાલતું હોય જેથી અનિલભાઈને મુકવા માટે આપેલ સોના ચાંદીના દાગીના જે તિજોરીના લોકરમાં મુકેલા તે સોનાના નવ તોલા દાગીના તથા રોકડા રૂપિયા 1.20 લાખ સહીત રૂ. 3.10 લાખની માલમતાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણ થતા કરજણ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version