Karjan-Shinor

હરિયાણાથી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ જઇ રહેલા આઇસર ટેમ્પોને જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના બામણગામ પાસે જીલ્લા એલસીબી પોલીસે એક આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઇ જવામાં આવતા શરાબના જથ્થા સાથે આઈસર ચાલકની ધરપકડ કરી હતી. જયારે લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.


રાજ્યભરમાં શરાબની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવે છે. જ્યાં શરાબને ગુજરાતમાં લાવવા માટે વાહનોમાં ચોરખાના બનાવીને તેમાં શરાબની પેટીઓ સંતાડીને લાવવામાં આવતી હોય છે. જ્યાં પોલીસ પણ આવા કીમીયાઓ નિષ્ફળ કરવા માટે સઘન ચેકિંગ હાથ ધરે છે. વડોદરા જીલ્લા એલસીબીનો સ્ટાફ ગત રોજ હાઈવે પર વાહનચેકિંગમાં હતો તે દરમિયાન એક રાજસ્થાન પાર્સીંગના આઈસર ટેમ્પોને રોકીને બામણગામ પાસે તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં ડ્રાઈવર કેબીનની પાછળના ભાગે ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જે ખોલીને તપાસતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી હતી.

Advertisement


આઈસર ટેમ્પો ચાલકનું નામ પૂછતા હનુમાનરામ બિશ્નોઈ હોવાનું અને બાડમેર રાજસ્થાન રહતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા અ શરાબનો જથ્થો રાજસ્થાનના મહેશ ગીરી ગોસ્વામીએ હરિયાણાના અંબાલા નજીક હાઇવે પરથી ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી. અને અમદાવાદ નજીક પહોચીને ફોન કરવાનું જણાવ્યું હતું. જોકે શરાબનો જથ્થો અમદાવાદ પહોચે તે પહેલા જ વડોદરા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસે 1416 શરાબની બોટલો,મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ આઈસર ટેમ્પો મળીને 15,87,900 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે.

Advertisement

Trending

Exit mobile version