Gujarat

હર્ષ સંઘવી બન્યા ઉપમુખમંત્રી: ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ અને 3 રાજ્ય મંત્રીઓને મળ્યા નવા હવાલા

Published

on

રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં બીજેપી માં મોટી ભાંજગડ થઈ જ હતી. જ્યારે આપડા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે  (17 ઓક્ટોબર) મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 

આજે 4 નેતાઓએ શપથ લીધા નહીં 

રાજ્યના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા નથી. તેનું કારણ એ છે કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું

રાજ્યના નવા મંત્રીઓ

મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલ

નાયબ મુખ્યમંત્રી

હર્ષ સંઘવી

કેબિનેટ મંત્રીઓ

જીતુ વાઘાણી

નરેશ પટેલ

અર્જુન મોઢવાડિયા

ડૉ. પ્રદ્યુમ્ન વાજા

રમણ સોલંકી

રાજ્ય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )

ઈશ્વર પટેલ

પ્રફુલ પાનસેરિયા

મનીષા વકીલ

રાજ્ય કક્ષાના મંત્રી

કાંતિલાલ અમૃતિયા

રમેશ કટારા

દર્શના વાઘેલા

કૌશિક વેકરિયા

પ્રવીણ માળી

જયરામ ગામિત

ત્રિકમ છાંગા

કમલેશ પટેલ

સંજયસિંહ મહિડા

પી. સી. બરંડા

સ્વરૂપજી ઠાકોર

રિવાબા જાડેજા 

રાજ્યના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુર), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી- સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને સ્થાન નથી અપાયું. 

રાજ્ય નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા (પોરબંદર) સહિત કુલ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જે આ પ્રમાણે છે. 

દર્શના વાઘેલા (અસારવા)

મનીષા વકીલ (વડોદરા શહેર)

રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)

સ્વરૂપજી ઠાકોર (વાવ)

જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)

કાંતિ અમૃતિયા (મોરબી)

કૌશિક વેકરિયા (અમરેલી)

રમેશ કટારા (ફતેપુરા) 

ત્રિકમ છાંગા (અંજાર)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)

રમણ સોલંકી (બોરસદ)

સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા) 

પ્રવીણ માળી (ડીસા) 

પ્રદ્યુમન વાઝા (કોડીનાર)

નરેશ પટેલ (ગણદેવી)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર) 

પી.સી. બરંડા (ભીલોડા)  

કમલેશ પટેલ (પેટલાદ)

રાજ્યમાં ઝોન પ્રમાણે ક્યાંના કયા નેતાને મંત્રીમંડળમાં સ્થાન 

ઉત્તર ગુજરાત

સ્વરુપજી ઠાકોર – વાવ

પ્રવીણ માળી – ડીસા

ઋષિકેશ પટેલ – વિસનગર

પી.સી.બરંડા – ભિલોડા

દક્ષિણ ગુજરાત

ઈશ્વર સિંહ પટેલ – અંકલેશ્વર

પ્રફુલ્લ પાનસેરિયા – કામરેજ

હર્ષ સંઘવી – મજૂરા

જયરામ ગામીત – નિજર

નરેશ પટેલ- ગણદેવી

કનુ દેસાઈ – પારડી

કચ્છ-સૌરાષ્ટ્ર

ત્રિકમ છાંગા – અંજાર

કાંતિ અમૃતિયા – મોરબી

કુંવરજી બાવળિયા – જસદણ

રિવાબા જાડેજા – જામનગર ઉત્તર

અર્જુન મોઢવાડિયા – પોરબંદર

ડૉ. પ્રદ્યુમન વાજા – કોડિનાર

કૌશિક વેકરિયા – અમરેલી

પરશોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય

જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ

મધ્ય ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ – ઘાટલોડિયા

દર્શનાબેન વાઘેલા – અસારવા

કમલેશ પટેલ – પેટલાદ

જયસિંહ મહિડા – મહુધા

રમેશ કટારા – ફતેપુરા 

મનીષા વકીલ – વડોદરા શહેર

રમણ સોલંકી – બોરસદ

જ્યારે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

Trending

Exit mobile version