જ્યારે ચાર ટ્રાન્ઝેક્શન કરી 64.41 લાખ ગુમાવ્યા, તેમની પાસે રકમ માંગતા લાસ્ટ ટ્રાન્જેક્શન કરવાનો આગ્રહ રાખ્યો..
- તાજેતરની ઠગાઈમાં નિવૃત્ત બેંક અધિકારી પાસેથી કુલ 64.41 લાખ રૂપિયાનું છેતરપિંડી
- વીડિયો કોલ પર સંબંધિત વ્યક્તિને “ડિજિટલ એરેસ્ટ”માં રાખ્યો હતો અને મનીલોન્ડરિંગના મામલે પૂછપરછના બહાને ઠગાઈ.
- આ ઘટના વડોદરાના મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદ સાથે ઘટી છે.
વડોદરામાં ડિજિટલ એરેસ્ટના નામે થયેલી તાજેતરની ઠગાઈમાં નિવૃત્ત બેંક અધિકારી પાસેથી કુલ 64.41 લાખ રૂપિયાનું છેતરપિંડી કરવામાં આવી છે માહિતી મુજબ, આરોપીઓએ પોતાને કેન્દ્રિય એજન્સી જેવી કે ઈડી (ED) અથવા સીબીઆઈ (CBI)ના અધિકારીઓ તરીકે ઓળખાવી વીડિયો કોલ પર સંબંધિત વ્યક્તિને “ડિજિટલ એરેસ્ટ”માં રાખ્યો હતો અને મનીલોન્ડરિંગના મામલે પૂછપરછના બહાને સતત ધમકાવ્યો.આ દરમિયાન ઠગોએ તેમને તેમનાં જ બેંક ખાતામાંથી ઘણા હપ્તામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.
આ ઘટના વડોદરાના મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદ સાથે ઘટી છે, જેમણે પોલીસને જાણ કરી હતી કે તેમને બેંક ઓફ બરોડામાંથી નિવૃત્ત થયા બાદ 23 મેના રોજ અજાણી વ્યક્તિએ ફોન કરીને એમ કહ્યું કે તમારા આધાર કાર્ડ પરથી અમુક સીમ કાર્ડ એક્ટિવ થયા છે અને તેનું ઉપયોગ મની લોન્ડરિંગ માટે થયું છે.
એમાં ફોન કરનાર વ્યક્તિએ મને વિશાલ ઠાકુર સાથે વાત કરાવી હતી. વિશાલે કહ્યું હતું કે હું તમારો ઇન્વેસ્ટિગેશન ઓફિસર છું. તમારા સીમકાર્ડનો ખોટો ઉપયોગ થયો છે અને હરિયાણા, પંજાબ અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં તમારા નામના બેન્ક એકાઉન્ટ ખુલ્યા છે. ત્યારબાદ ફોન પરથી એકાએક વિડીયો કોલ ચાલુ થઈ ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેનારા બેંકના એક અધિકારીના નામે થયેલા ફ્રોડમાં તમારું નામ ખુલ્યું છે.
જ્યારે ઠગોએ કહ્યું હતું કે, તમે સિનિયર સિટીઝન છો. નિવૃત બેન્ક અધિકારી છો અને સામેથી તપાસ માંગો છો એટલે તમારી ઈજ્જત સાચવીશું. તમને એરેસ્ટ તો કરવા પડશે જ. પરંતુ અમે ઓનલાઈન ઇન્કવાયરી ચાલુ કરીએ છીએ. ત્યારબાદ તેમણે બેન્ક એકાઉન્ટ ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફંડ મિલકતોની માહિતી માગી હતી. whatsapp ઉપર આધાર કાર્ડ અને ફોટો પણ મંગાવ્યો હતો.
આ નિવૃત્ત બેંક અધિકારીએ કહ્યું છે કે, ત્યારબાદ મને સીબીઆઇ અને આરબીઆઈના લેટર પેડ ઉપર લખાણ મોકલવામાં આવ્યું હતું. જેમાં મારા કેસની ડિટેલ મૂકવામાં આવી હતી અને સહી સિક્કા પણ કરવામાં આવેલા હતા. મને આરબીઆઈના લેટરમાં 14.98 લાખની રકમ લખી આરટીજીએસ કરવાનું કહેવાયું હતું. જે દરમિયાન ઓડિયો કોલ ચાલુ રખાવ્યો હતો. 18 દિવસ સુધી રોજે રોજ મને વીડિયો કોલ ચાલુ કરાવી મારી દરેક પ્રવૃત્તિની વિગતો મેળવવામાં આવતી હતી અને કોઈ કારણસર કટ થાય તો મારે કારણ દર્શાવવું પડતું હતું.
જ્યારે નિવૃત અધિકારીએ કહ્યું છે કે, મારી પાસે ચાર વખત આરટીએસ કરાવી કુલ 64.41 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મેં આ રકમ પરત માગતાં ઠગોએ તમારી રિક્વેસ્ટ સ્વીકારી છે તેમ કહી લાસ્ટ ટ્રાન્ઝેક્શન પેટે 14.38 લાખ ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી છે.