પોલીસ પર હુમલો અને હિંસક ગુનાઓમાં પણ ગેંગનો સામાવેશ.
વડોદરા શહેરમાં રાત્રીના સમયે લુંટ, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ આચરતી કૂખ્યાત સુનિલ પાન ગેંગ સામે શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વધતા લુંટ અને ચોરીના ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા DCP હિમાંશુ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સંગઠિત ટોળકીના મુખ્ય સુત્રધાર સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી સહિત કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ટોળકી વડોદરા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે.
ગેંગના સભ્યો માત્ર સંપત્તિ ચોરી અને લુંટ જ નહોતાં કરતા, પરંતુ તેમણે પોલીસ પર હુમલો કરવાના ગંભીર ગુનાઓ પણ આચર્યા હતા. શહેરમાં દહેશત ફેલાવનાર આ ટોળકી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચુસ્ત અને સુવ્યવસ્થિત કામગીરી કરી છે.