કરજણ હાઇવે પાસે મંદિરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરી થતાં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.
- રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા જૈન મંદિરમાં ચોરીની ઘટનાથી ચકચાર
- મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરી થઈ હોવાનો અંદાજ
- ચોરીની ઘટનાને લઈ કરજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી
વડોદરામાં કરજણ હાઇવે પર આવેલી રાજ ઇન્ડસ્ટ્રીઝ ખાતેનાં જૈન મંદિરમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે. મંદિરમાંથી મૂર્તિઓ સહિત 27 કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ છે.
જયારે કરજન પાસે મંદિરમાંથી અંદાજિત 40 લાખ ઉપરાંતની ચોરી થતાં કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. 8 મહિના અગાઉ પણ આ જ મંદિરમાં ચોરી થઈ હતી, જેનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો.
જ્યારે મંદિરમાંથી મૂર્તિઓ, 27 કિલો જેટલી ચાંદી સહિત કુલ અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરીનો અંદાજ છે. ચોરીનું પગેરું શોધવા પોલીસે મંદિરનાં CCTV કેમેરા ફૂટેજ અને ડોગ સ્વોડની મદદ લીધી છે. નોંધનીય છે કે, 8 મહિના અગાઉ પણ આજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જેનો પોલીસે ભેદ ઉકેલાયો હતો. ત્યારે, હવે ફરી એ જ મંદિરમાં ચોરીની ઘટના બનતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.