મારા ડિજિટલ એકાઉન્ટમાં તમામ ટ્રાન્જેક્શન દેખાતા હોવાથી અને રૂપિયા ઉપાડી શકાતા હોવાથી મારો વધુ વિશ્વાસ બેઠો પછી..
- IOCL ટાઉનશિપમાં રહેતા અને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈશાન ગોરે 28.53 લાખ રૂપિયા ગુમાવ્યા.
- ટેલિગ્રામ પર મેસેજ આવ્યો,ટાસ્ક આપે તે પેટે પહેલા રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું
- ઓનલાઈન વર્ક ફોર્મ હોમ કરવા માટે અને રોજ 1800 થી 2000 રૂપિયા કમાવવા માટે ઓફર કરવામાં આવી
વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવકે વર્ક ફ્રોમ હોમ કરીએ સાઇડ ઇન્કમ ઉભી કરવા જતા 28.53 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
શહેરની IOCL ટાઉનશિપમાં રહેતા અને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઈશાન ગોરે પોલીસને કહ્યું છે કે ગઈ તા.21 જુલાઈએ સીતા ભસીનના નામે ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો પરંતુ તેની યુઝર આઇડી દેખાતી ન હતી. ત્યારબાદ મને ઓનલાઈન વર્ક ફોર્મ હોમ કરવા માટે અને રોજ 1800 થી 2000 રૂપિયા કમાવવા માટે ઓફર કરવામાં આવી હતી.
જ્યારે પહેલા મારી પાસે મારો પ્રોફેશન અને ઇન્કમને લગતી માહિતી મેળવવામાં આવી હતી. મેં વર્ક ફોર્મ હોમની ઈચ્છા દર્શાવતા મને ગોદરેજ પ્રોપર્ટીસના નામે લીંક મોકલવામાં આવી હતી અને મારી વિગતો મેળવવામાં આવી હતી. મને ટાસ્ક આપવામાં આવ્યા હતા અને તેની સામે ટુકડે ટુકડે 22,000 થી વધુ રકમ મારા એકાઉન્ટમાં જમા થતા મને વિશ્વાસ બેઠો હતો.
એન્જિનિયરે જણાવ્યું કે, ત્યાર પછી મને પ્રીમિયમ ગ્રુપમાં લેવામાં આવ્યો હતો અને જે પણ ટાસ્ક આપે તે પેટે પહેલા રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. મારા ડિજિટલ એકાઉન્ટમાં તમામ ટ્રાન્જેક્શન દેખાતા હોવાથી અને રૂપિયા ઉપાડી શકાતા હોવાથી મારો વધુ વિશ્વાસ બેઠો હતો. જેથી ટુકડે ટુકડે મેં કુલ 28.53 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ મારી રકમ ઉપાડી શકાતી ન હતી. જેથી મેં રકમ ઉપાડવા વાતચીત કરતા જુદા જુદા નામે મને રૂપિયા ભરવા માટે કહેવામાં આવતું હતું. મને શંકા જતા સાયબર સેલ ને જાણ કરી હતી. જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.